1. Home
  2. revoinews
  3. કોરોનાની બીજી લહેરની વચ્ચે ટાઇગરે હીરોપંતી-2 નું શેડ્યુલ પૂર્ણ કર્યું
કોરોનાની બીજી લહેરની વચ્ચે ટાઇગરે હીરોપંતી-2 નું શેડ્યુલ પૂર્ણ કર્યું

કોરોનાની બીજી લહેરની વચ્ચે ટાઇગરે હીરોપંતી-2 નું શેડ્યુલ પૂર્ણ કર્યું

0
Social Share
  • કોરોનાની વચ્ચે હીરોપંતી-2 નું શેડ્યુલ પૂર્ણ
  • ફિલ્મના સેટ પરથી વાયરલ થઇ તસવીર
  • તારા સુતરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

મુંબઈઃ સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હિરોપંતી 2 એ તેનું પહેલું શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મના સેટ પરથી ટાઇગર શ્રોફની એક તસવીર સામે આવી છે,જે ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટામાં તમે ટાઇગર શ્રોફને બ્લેક કલરના પેન્ટ-સૂટ અને રેડ ટાઇમાં જોઈ શકો છો. અને ટાઇગરની આસપાસ સિક્યોરીટીને જોઇ શકાય છે

હીરોપંતી 2 ટાઇગર શ્રોફની પહેલી ફિલ્મ હીરોપંતીની સિક્વલ છે. તેમની પ્રથમ ફિલ્મે એક્ટરના કરિયરને ઉંચાઈ પર પહોંચાડી હતી. હિરોપંતી 2 ના શૂટિંગને ગોપનીય રાખવામાં આવ્યું હતું. ખૂબ જ શાંતિથી ડાયરેકટર અહેમદ ખાને મુંબઈમાં ટાઇગરની શૂટિંગને લગભગ બે અઠવાડિયામાં પૂર્ણ કર્યું.

સુત્રોના જણાવ્યા મુજબ,બધું ખૂબ જ સરળતાથી થઇ ગયું.હીરોપંતી 2 એ સકારાત્મક નોંટ પર શરૂઆત કરી છે. સેટ પર ટાઇગર પુરા જોશમાં હતો. હીરોપંતી ફ્રેન્ચાઇઝી સાજિદ નડિયાદવાલા દ્વારા બનાવવામાં આવી છે

જો હિરોપંતી વિશે વાત કરીએ તો આ ફિલ્મ 2014 માં રિલીઝ થઇ હતી.જેમાં ટાઇગરની સાથે ક્રિતી સેનન જોવા મળી હતી. જ્યારે હિરોપંતી 2 માં તારા સુતરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code