1. Home
  2. revoinews
  3. ઉત્તર પ્રદેશ સરકારે આગામી તહેવારો માટે સરકારી અધિકારીઓની રજા પર લગાવી રોક
ઉત્તર પ્રદેશ સરકારે આગામી તહેવારો માટે સરકારી અધિકારીઓની રજા પર લગાવી રોક

ઉત્તર પ્રદેશ સરકારે આગામી તહેવારો માટે સરકારી અધિકારીઓની રજા પર લગાવી રોક

0
Social Share
  • તહેવારોની સીઝનમાં સરકારી અધિકારીઓને નહીં મળે રજા
  • યોગી સરકાર એ લગાવી રોક
  • રાજ્યના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ જારી કરી માર્ગદર્શિકા
  • કર્મચારીઓને રોકડ વાઉચર અને ખરીદી માટે 10,000 રૂપિયાના એડવાન્સ આપવાની જાહેરાત

લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારે આગામી તહેવારો માટે સરકારી અધિકારીઓની રજા પર રોક લગાવી દીધી છે. આ સંદર્ભે, રાજ્યના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ માર્ગદર્શિકા જારી કરી છે. જે મુજબ હાલમાં તહેવારોનું આયોજન કરતી વખતે જિલ્લા મેજિસ્ટ્રેટ, અન્ય વહીવટી અને પોલીસ અધિકારીઓ અનિવાર્ય સંજોગો માટે તૈયાર રહે અને રજા પર ન જાય.

તેમણે કહ્યું હતું કે ઘણા જિલ્લાઓમાં પરાલી સળગાવવાની ઘટનાઓ સામે આવી રહી છે, આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની કડક સૂચના છે. તેને લઈને જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવે અને આ ઘટનાઓને અસરકારક રીતે રોકવામાં આવે. મુખ્ય સચિવે કહ્યું કે, શિયાળાની ઋતુમાં ઘણા જિલ્લાઓમાં હવાનું પ્રદૂષણ પણ વધે છે. આ સંદર્ભે, હવાના પ્રદૂષણને રોકવા માટે અસરકારક કાર્યવાહીની ખાતરી કરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરીને તરત અમલમાં મૂકવો જોઈએ.

હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓને તહેવારોમાં એડવાન્સ આપવાની જાહેરાત કરી હતી. તેમણે યોજના તૈયાર કરવા નાણાં વિભાગને નિર્દેશ આપ્યો છે.

નોંધનીય છે કે, કેન્દ્ર એ તેમના કર્મચારીઓને અવકાશ યાત્રા રિયાસતની બદલે રોકડ વાઉચર અને ખરીદી માટે 10,000 રૂપિયાના એડવાન્સ આપવાની જાહેરાત કરી છે. કર્મચારીઓને પરંપરાગત રીતે જે પણ લાભ આપવામાં આવ્યા છે તે સરકાર પૂરી પાડશે.

_Devanshi

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code