અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: મની લોન્ડ્રિંગ મામલામાં વચેટિયા સુષેણ મોહન ગુપ્તાને મળ્યા સશર્ત જામીન
દિલ્હીની એક વિશેષ અદાલતે અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ મામલામાં કથિત વચેટિયા સુષેણ મોહન ગુપ્તાને સશર્ત જામીન આપ્યા છે. તેને પાંચ-પાંચ લાખના બે બોન્ડ ભરવા પડશે. ઈડી સુષેણ મોહન ગુપ્તાની વિરુદ્ધ રાઉસ એવન્યૂની વિશેષ અદાલતમાં પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી ચુકી છે.
ગુપ્તાએ 22મી મેના રોજ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. તેના સંદર્ભે અદાલતે ઈડીનો જવાબ માંગ્યો હતો. આના પહેલા 20મી એપ્રિલે અદાલતે ગુપ્તાની જામીન અરજી નામંજૂર કરી હતી. તેની વિરુદ્ધ 22 એપ્રિલે પેશી માટેનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. વિશેષ ન્યાયાધીશ અરવિંદકુમારે ગુપ્તાને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.
ગુપ્તાને ઈડીએ પીએમએલએની જોગવાઈઓ હેઠળ એરેસ્ટ કર્યો હતો. ગુપ્તાએ એ આધાર પર રાહતની માગણી કરી હતી કે તપાસ એજન્સી પોતાની તપાસ પૂર્ણ કરી ચુકી છે અને આ મામલામાં ચાર્જશીટ પણ દાખલ કરી ચુકી છે. શનિવારે 20મી એપ્રિલે દિલ્હીની એખ અદાલતે ગુપ્તાની વિરુદ્ધ 22 એપ્રિલ માટે પેશી સંદર્ભેનું વોરંટ જાહેર કર્યું હતું.
વિશેષ સીબીઆઈ ન્યાયાધીશ અરવિંદ કુમારે તિહાડ જેલ અધિકારીઓ દ્વારા તેને અદાલતમાં રજૂ નહીં કરી શકાયા બાદ આ પેશી વોરંટ જાહેર કર્યું હતું. હાલ ગુપ્તા તિહાડ જેલમાં બંધ છે. ઈડીએ કહ્યું હતું કે રાજીવ સક્સેના દ્વારા કરવામાં આવેલા ખુલાસાના આધાર પર મામલામાં ગુપ્તાની કથિત ભૂમિકા સામે આવી હતી. સક્સેના આ મામલામાં સરકારી સાક્ષી બની ગયો છે. તે યુએઈથી અહીં પ્રત્યાર્પણની પ્રક્રિયા હેઠળ લાવવામાં આવ્યો હતો અને એજન્સીએ અહીં તેની ધરપકડ કરી લીધી હતી.