તેલંગાણાની આદિલાબાદ બેઠક પરથી ભાજપના સાંસદ સોયમ બાપુ રાવે મુસ્લિમ યુવકોના ગળા કાપવાની ધમકી આપી છે. ભાજપના સાસંદ સોયમ બાપુ રાવનો આરોપ છે કે આદિવાસી જિલ્લામાં મુસ્લિમ યુવકો આદિવાસી મહિલાઓના ઉત્પીડન કરી રહ્યા છે અને તેઓ તેને સહન કરશે નહીં.
ધમકી આપવાના મામલામાં લઘુમતી સમુદાયના નેતાઓએ ભાજપના સાંસદ સોયમ બાપુ રાવની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
લઘુમતી સમુદાયના નેતા સાજિદ ખાને આદિલાબાદના એસીપી કંચા મોહન સમક્ષ ફરિયાદ દાખલ કરાવી છે. સાજિદ ખાને આ નિવેદનને ખોટું ગણાવીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
સોયમ બાપુ રાવ આના પહેલા તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસમાં પણ રહી ચુક્યા છે. 2004માં ટીઆરએસની ટિકિટ પર બોથ બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ તેઓ કોંગ્રેસમાં ચાલ્યા ગયા હતા.
2018માં વિધાનસભાની ચૂંટણી તેઓ હારી ગયા હતા અને બાદમાં ટિકિટ મળવાના ભરોસાને પગલે તેઓ ભાજપમાં જોડાયા હતા. આ વર્ષે માર્ચમાં તેઓ ભાજપમાં જોડાયા અને આદિલાબાદ અનુસૂચિત જનજાતિની અનામત બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.