1. Home
  2. revoinews
  3. એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ રોક્યા દેશના સૌથી મોંધા વકીલ, શું દાળમાં કાઈ કાળું છે?
એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ રોક્યા દેશના સૌથી મોંધા વકીલ, શું દાળમાં કાઈ કાળું છે?

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ રોક્યા દેશના સૌથી મોંધા વકીલ, શું દાળમાં કાઈ કાળું છે?

0
Social Share
  • સુશાંત આપધાત કેસ : એક્ટ્રેસ રિયા ચક્રવતીએ દેશના સૌથી મોંઘા વકીલને હાયર કર્યા
  • દેશના સૌથી મોંઘા એડવોકેટ સતીષમાને શિંદેને કર્યા હાયર
  • સતીષમાને શિંદે સલમાન ખાન અને સંજય દત્તનો પણ લડી ચુક્યા છે કેસ
  • આગોતરા જામીન માટે અરજી કરે તેવી અટકળ

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ નેપોટીઝમની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે છેલ્લા એક બે દિવસમાં ઘણી ઉથલપાથલ જોવા મળી છે. સુશાંતના પિતાએ મુંબઈ પોલીસની તપાસ પર ભરોસો નથી તેવું કહીને રિયા ચક્રવર્તી સામે કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે અને પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી છે. સુશાંતના પિતાએ રિયા સામે છેતરપિંડીથી માંડીને આત્મહત્યા માટે ઉશ્કેરવા જેવા આરોપો દાખલ કર્યા છે.

બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાને બચાવવા માટે દેશના સૌથી મોંઘા એડવોકેટ સતીષમાને શિંદેને કેસ સોંપ્યો છે. સતીષમાને એ પહેલા પણ સંજય દત્ત અને સલમાન ખાનના કેસ લડી ચૂક્યા છે.

હવે રિયાએ આવા મોંઘા વકીલ સતીષમાને શિંદેને હાયર કર્યા છે. તેઓ 1998માં સલમાન ખાન સામેના બ્લેકબક અને 1993માં સંજય દત્ત સામે મુંબઈ વિસ્ફોટના થયેલા કેસ લડી ચૂક્યા છે. રિયા હવે સુશાંતના મામલામાં આગોતરા જામીન માટે અરજી કરે તેવી અટકળ થઈ રહી છે. સુશાંતના પિતાએ ફરિયાદમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે સુશાંતના બેંક એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા જેવી તગડી રકમ ટ્રાન્સફર થઈ હતી.

_Devanshi

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code