- અભિનેતા નસીરુદ્દીન શાહનો બર્થડે
- સતત 5 દાયકાઓથી ફિલ્મી જગત સાથે સંકળાયેલા છે
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ આજે એટલે કે 20 જુલાઈના પરોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, જેઓ ફિલ્મી દુનિયાનું એક મશહૂર નામ છે,તેમની ઓળખ કોઈની મોહતાઝ નથી,સિનેજગત સાથે તેઓ છેલ્લા 5 દાયકાથી સતત કાર્યરત રહીને દર્શકોના દીલ જીત્વામાં સફળ સાબિત થયા છે,તેમણે એક થી એક હીટ ફિલ્મો આપી છે, તેઓએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સિટ્યુટ ઓફ ઇંડિયામાં તાલીમ મેળવી હતી. ત્યાર બાદ તેઓ અનેક સુપરહિટ ફિલ્મોનો ભાગ બન્યા.
.નસીરુદ્દીન શાહનો જન્મ 20 જુલાઈ વર્ષ 1950 ના રોજ ઉત્તરપ્રદેશનાબારાબંકી જિલ્લામાં થયો હતો.બોલિવૂડ જગતના નાના રોલથી લઈને લીડ રોલને તેમણે ન્યાય આપ્યો છે.અનેક જૂદા જૂદા રોલ પ્લે કરીને તેમણે પોતાનું સ્થઆન ફિલ્મી જગતમાં ટકાવી રાખ્યું છે.તેમણે 80ના દશકમાં પૈરેલલ સિનેમામાં શાનદાર રોલ કર્યા અને થોડા વર્ષોમાં જ ઈંડસ્ટ્રીના સૌથી વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક બની ગયા હતા.
તેમણે બોલિવૂડમાં વર્ષ 1975 માં આવેલી ફિલ્મ ‘નિશાંત’થી એન્ટ્રી કરી હતી, નસીરુદ્દીન શાહની ફિલ્મ ‘કથા’ 1983 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મુંબઈમાં રહેતા ‘રાજારામ જોશી’ ની વાર્તા હતી.
છેલ્લા એક દાયકામાં આ એક્ટરે બોલ્ડ સીન્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ક્યારેક 16 વર્ષ નાની એક્ટ્રેસ સાથે તો ક્યારેક 28 વર્ષ નાની એક્ટ્રેસ સાથે સ્ટીમી સિન્સ આપીને તેમની અલગ ઓળખ બનાવી છે. તેમની શાનદાર એક્ટિંગના લોકો દિવાના છે.નસીરુદ્દીન શાહે શબાના આઝમી સાથેની ફિલ્મ પારમાં પણ સરસ કામ કર્યું છે. નસીરુદ્દીન શાહે પણ આ ફિલ્મને લઈને થોડો વિવાદ પણ સર્જાયો હતો.
શાહ એ અત્યાર સુધીમાં 227 ફિલ્મો કરી હતી. પણ તેમની એક એવી વાત જાણીને તમને નવાઈ લગાશે કે તેમની 18 ફિલ્મો એવી છે કે જે પુરી નથી થઈ અથવા તો તેમના સીન કે રોલને કાપી નાખ્વામાં આવ્યા હોય, અથવા તો ફિલ્મ આખી ષૂટ થઈ પણ રિલીઝ ન થઈ હોય. છત્તા પણ એક્ટરે જેટલી પણ ફિલ્મ કરી છે તેમાં શાનદાર કામ આપ્યું છે.
શાહ એ ફિલ્મ સ્પર્શ, પાર, એલબર્ટ પિંટો કો ગુસ્સા ક્યો આતા હે, જાને ભી દો યારો, બાઝાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ ‘અ વેનસ્ડે’, ‘ઇશ્કિયા’ અને ‘ફાઇડિંગ ફેની’ માં પણ તેઓએ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. તેઓએ એક કોમેડિયન, એક લીડ એક્ટર, એક વિલન અને એક સપોર્ટલ રોલ તરીકે સંપૂર્મ ન્યાય આપ્યો છે.