પીએમ નરેન્દ્ર મોદીને લઈને આમિર ખાનનું ટ્વિટ, મોદીના સમર્થનમાં મિ,પરફેક્ટનીસ્ટ

બૉલિવૂડ અભિનેતા આમિર ખાન સામાજીક વાતો પર ખુબજ સરળ અને સહજ રીતે પોતાના મંતવ્યો રજુ કરે છે,આમિર ખાન આ સમયે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ લાલ સિંહ ચડ્ડા’ ના શૂટિંગમાં વ્યસ્ત છે,સાથે હાલમાં જ તેમણે તેમના દીકરા આઝાદ સાથે દહી હાંડીના સેલિબ્રેશનનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પરંતુ આમિર ખાને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક ટ્વિટ કર્યું છે, તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયું છે, પીએમ મોદી પર મિસ્ટર પરફેક્ટનિસ્ટથી ફેમસ બનેલા આમિર ખાનના આ ટ્વિટને લોકો  ખુબ વાચી રહ્યા છે

https://twitter.com/aamir_khan/status/1165866056654585857

બોલિવૂડ પરફેક્ટનીસ્ટ આમિરે પીએમ મોદીને ટેગ કરતા ટ્વિટમાં લખ્યું છે કે,“માનનીય પીએમ નરેન્દ્ર મોદીના ‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક’ના વપરાશનો ખાતમો કરવાના પ્રયત્નો પર આપણે બધાએ જીજાનથી સમર્થન આપવું જોઈએ, આ આપણા દરેકની જવાબદારી છે કે આપણે  ‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક’ના વપરાશને તદ્દન બંધ કરી દઈએ”  આ રીતે આમીર ખાને પીએમ નરેન્દ્ર મોદીને આ મુહીમમાં સમર્થન આપ્યું છે,અને પોતાકાની વાત ટ્વિટરના માધ્યમથી રજુ કરી છે,આમિર ખાનના આ ટ્વિટને ખુબ લોકોએ વાચ્યું છે,જો કે , આમિર ખાનના ફ્રેન્સ તેમની કાશ્મીરના મુદ્દે ચુપ્પીને લઈને સોશિયલ મીડિયા પર તેમને લઈને ખુબ ટ્વિટ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ 1994ની હોલીવુડ ક્લાસિક અને કોમેડી ડ્રામા ‘ફોરેસ્ટ ગમ્પ’ દ્વારા પ્રેરિત છે. ફિલ્મોમાં તેમના એક્સપ્રિમેન્ટ માટે જાણીતા અભિનેતા ફરી એકવાર એક્સપ્રિમેન્ટ કરતા જોવા મળશે. આમિર ખાન આ ફિલ્મમાં એકદમ અલગ સ્ટાઇલમાં જોવા મળશે. તેમના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આમિર ખાન સ્ટારર, આ ફિલ્મ 2020 માં રિલીઝ થઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular