Site icon Revoi.in

સરીગામ GIDCની એક કંપનીમાં આગ, સોલવન્ટના જથ્થાના કારણે આગે ધારણ કર્યુ વિકરાટ સ્વરૂપ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન આજે વલસાડના સરીગામ જીઆઈડીસીમાં કલરના વ્યવસાય સાથે સંકળાયેલી એક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. જો કે, બનાવ સમયે કંપનીમાં કોઈ કર્મચારી નહીં હોવાથી મોટુ દુર્ઘટના ટળી હતી. સરીઆગ જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે કંપનીની આસપાસ આવેલી ફેકટરીઓના માલિકોમાં પણ ભય ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના સરીગામ જીઆઈડીસીમાં કલર બનાવતી એક કંપનીમાં સવારે અચાનક આગ લાગી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ આગ આસપાસની કંપનીમાં ન પ્રસરે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા.

આ કંપનીમાં સોલવન્ટનાં જથ્થામાં આગ લાગતા ગણતરીની મિનિટોમાં આગે વિકરાટ સ્વરૂપધારણ કરી લીધું હતું. હતી ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીની સાથે ફોમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. આ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.