- ઈ-કોમર્સ ક્ષેત્રમાં વેચાણમાં વૃદ્ધી થઈ
- વિતેલા વર્ષની સરખામણીમાં 65 ટાક વધુ વેંચાણ થયું
- તહેવારોની સિઝનમાં 87 ટકા વધ્યા ગ્રાહકો
દિલ્હીઃ- ભારતના ઇ-કોમર્સ ક્ષેત્રમાં ચાલુ વર્ષેના તહેવારોની સિઝનમાં અટલે કે 15 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન અંદાજે 58 હજાર કરોડ રૂપિયાનું વેચાણ થયું છે, ઇ-કોમર્સ કંપનીઓના ઓનલાઇન ફેસ્ટિવલ સેલમાં ફ્લિપકાર્ટે અન્ય તમામ પ્લેટફોર્મને પાછળ ધકેલી દીધા છે. રિસર્ચ ફર્મ રેડસીરના એક રિપોર્ટમામ શુક્રવારના રોજ જણાવવવામાં આવ્યું હતું કે, આ વર્ષનો વેચાણનો આંકડો વિતેલા વર્ષના સમાન સમયગાળા દરિયામની સરખામણીમાં 65 ટકા વધ્યો છે
રેડસીરે એક આ અંગેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, તહેવારો પહેલા આ સમયગાળા દરમિયાન 7 અરબ ડોલરના વેંચાણનું અનુમાન લગાવવામાં આવ્યું હતું જો કે વાસ્તવિક વેચાણ તેનાથી વધુ થયું છે. રિપોર્ટ પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બરમાં કુલ વેચાણ અંદાજે 3.2 અરબ ડોલર કરોડનું નોંધાયું છે, જે તહેવારની સિઝનના મહિનામાં વધીને 8.3 અરબ ડોલરે પહોચ્યું હતું .
રિપોર્ટમાં એમ પણ જણાવવાયું છે કે, તહેવારોની સિઝનમાં એમેજોન અને ફ્લિપકાર્ડ સમૂહના કુલ વેચાણમાં 88 ટકાથી વધુ ભાગીદારી રહી હતી. જેમાં રિપોર્ટ અનુસાર ફ્લિપકાર્ડની ભાગીદારી વધુ રહી હતી .
રેડસીરના કન્સલ્ટિંગ ડિરેક્ટર મૃગાંકા ગુટાગુટીયાએ એક ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું હતું કે કોરોના કારણે ઘણા ગ્રાહકોએ તેમના શોપિંગ પ્રોગ્રામને હોલ્ડ પર રાખ્યો હતો અને યોગ્ય સમયની રાહ જોતા હતા. પરંતુ તેઓ ઓફલાઇન મોટા પાયે ખરીદી કરી શકતા ન હોવાથી, આખો ખર્ચ ઓનલાઇન માધ્યમથી કરવામાં આવ્યો હતો.
આ ઓનલાઈન વેચાણમાં મોબાઈલ કેટગરી ટોચ પર રહી છે, દર વર્ષની સરખામણી કરતા આ વરિષે મોબાઈલનું વેચાણ વધ્યું છે,આ વપર્ષ 8.3 અરબના વેચાણમાં 46 ટકા વેચાણ મોબાઈલનું જ થયુ હતું, કોરોના મહામારીને કારણે આ વર્ષ દરમિયાન ઓનલાઈન ગ્રાહકોની સંખ્યામાં 87 ટકાનો વધારો થયો હતો.
સાહીન-