- મોદી સરકારે ખેડુતોના હિતમાં લીધો મોટો નિર્ણય
- ખેતીમાં ડ્રોનના ઉપયોગને આપી મંજૂરી
- યોગ્ય કૃષિ,તીડ નિયંત્રણ અને અન્ય ક્ષેત્રોમાં ડ્રોનની મોટી ભૂમિકા
નવી દિલ્લી: કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા ખેતી-વાડીમાં ડ્રોનનો ઉપયોગ કરવાની મંજુરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન નિયામક જનરલએ ઇન્ટરનેશનલ ક્રોપ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ફોર સેમી-આરીડ ટ્રોપીક્સ હૈદરાબાદ, તેલંગાણાને કૃષિ સંશોધન પ્રવૃત્તિઓ માટે ડ્રોન તૈનાત કરવા માટેની શરતી છૂટ આપી દીધી છે. આ શરતી છૂટ આ પત્ર જારી થયાની તારીખથી અથવા ડિજિટલ સ્કાય પ્લેટફોર્મની સંપૂર્ણ કામગીરી સુધી, જે કોઈપણ પહેલા હશે ત્યાં સુધી છ મહિનાના સમયગાળા માટે છૂટ માન્ય રહેશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સયુંકત સેક્રેટરી અંબર દુબેએ જણાવ્યું હતું કે,ભારતના કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને યોગ્ય કૃષિ,તીડ નિયંત્રણ અને પાકના ઉત્પાદનમાં સુધારો જેવા ક્ષેત્રોમાં ડ્રોન મોટી ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. દેશના 6.6 લાખથી વધુ ગામોમાં ઓછા ખર્ચે ડ્રોન સોલ્યુશન્સ આપવા માટે સરકાર યુવા ઉદ્યોગસાહસિકો અને સંશોધકોને પ્રોત્સાહિત કરી રહી છે.
રીમોટલી પાયલેટીડ એયર ક્રાફ્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરતા આઇસીઆરઆઈએસએટીના ક્ષેત્રમાં કૃષિ સંસોધન ગતિવિધિયો માટે ડેટા અધિગ્રહણ હેતુ આઇસીઆરઆઈએસએટી માટે શરતોમાં છૂટ આપવામાં આવી છે. આ છૂટ ત્યારે માન્ય થશે, જયારે નીચે આપવામાં આવેલી તમામ શરતો અને સીમાઓનું કડક રીતે અનુપાલન કરવામાં આવે. કોઈપણ શરતનું ઉલ્લંઘન થાય તો આ છૂટ સમાપ્ત કરવામાં આવશે.
આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
- સંસ્થા આરપીએએસ પરિચાલન દરમિયાન થયેલી દુર્ધટના/ઘટનાને કારણે ત્રીજી પાર્ટીને થયેલી ભૂલને કવર કરવા માટે વીમાનું પર્યાપ્ત સ્તર રાખશે.
- આ સંસ્થાએ સુનિશ્ચિત કરશે કે ખતરનાક સામગ્રી અથવા પરિવર્તનીય પેલોડ કોઈપણ સંજોગોમાં આરપીએ માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં.
- આઇસીઆરઆઇએસએટી પરિચાલનોને કારણે ઉત્પન્ન થયેલ કાનૂની મુદ્દાઓ અથવા અન્ય મુદ્દાઓથી સુરક્ષિત કરશે.
- સંસ્થાએ સુનિશ્ચિત કરશે કે, આરપીએએસ સારી રીતે કામ કરે છે અને તે ઉપકરણની ખરાબીના કારણે ઉત્પન્ન થનારી કોઈ પણ સ્થિતિ માટે જવાબદાર રહેશે.
- ઉપકરણોની સાથે શારીરિક સંપર્કના કારણે કોઈપણ વ્યક્તિને ઈજા થાય તેવા મામલમાં, સંસ્થા જ ખુદ મેડિકો-લીગલ મુદ્દાઓ માટે જવાબદાર રહેશે.
- સીએઆરની જોગવાઈ મુજબ એરપોર્ટની આસપાસ આરપીએએસને સંચાલિત કરવામાં આવશે નહીં.
- સંસ્થાએ સુનિશ્ચિત કરશે કે, આરપીએએસને ફક્ત પ્રશિક્ષિત અને અનુભવી બોનાફાઇડ કર્મચારીને જ સંચાલિત કરશે.
_Devanshi