પીએમ મોદી આજે સાંજે 6 વાગ્યે ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે, રણનીતિ પર ચર્ચા
- પીએમ મોદી આજે ભાજપના કાર્યકરોને કરશે સંબોધિત
- બિહારની રણનીતિને લઈને સંસદીય બોર્ડની મળશે બેઠક
- બિહારમાં એનડીએ એ 125 બેઠકો પર જીત મેળવી
- બીજેપી એ 74 બેઠકો જીત મેળવી
- જેડીયુને 43 બેઠકો મળી છે
પટના: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની જીત બાદ નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય પર જશ્નની તૈયારી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે ઉજવણીમાં ભાગ લેશે અને કાર્યકરોને સંબોધિત કરશે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળી બહુમતી.
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે અને એનડીએ એ 125 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમત મેળવવામાં સફળ રહી છે, જ્યારે મહાગઠબંધન 110 બેઠકો પર પૂર્ણ થઇ. એનડીએમાં બીજેપી નંબર વન પાર્ટી બની છે અને તેણે 74 બેઠકો પર જીત મેળવી લીધી છે, જ્યારે જેડીયુને 43 બેઠકો મળી છે.
નીતીશ કુમાર જેડીયુના નેતાઓ સાથે કરશે બેઠક
ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે જેડીયુના નેતાઓ સાથે બેઠક કરશે અને પાર્ટીની કોર ટીમના નેતાઓ સાથે ચૂંટણી પછીના પરિણામોની ચર્ચા કરશે. આ સિવાય બેઠકમાં સરકાર બનાવતા પહેલા રણનીતિ પર વાતચીત કરશે. અગાઉ તેઓ એ ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.
બિહારની ચૂંટણીમાં ફરીવાર ચાલ્યો મોદી મેજિક
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર મોદી મેજિક એ કામ કર્યું છે. સતત 15 વર્ષથી બિહારમાં નીતીશ કુમારની સરકાર છે. એવામાં જનતાને સરકાર સામે જે થોડી નારાજગી હતી તેને પણ બ્રાન્ડ મોદીએ નાબૂદ કરી દીધી છે.
_Devanshi