માલાબાર યુદ્ધાભ્યાસના ભાગ રુપે વિક્રામાદિત્ય અને યૂએસની સુપરકૈરિયર નિમિત્ઝ ગોવાના દરિયામાં અભ્યાસ કરશે
- માલાબાદ યુદ્ધાભ્યાસ 17 થી 20 નવેમ્બર સુધી
- વિક્રામાદિત્ય અને યૂએસની સુપરકૈરિયર નિમિત્ઝ ગોવાના દરિયામાં અભ્યાસ કરશે
- ગોવાના દરિયાઈ કાંઠે પર માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસ કરશે
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે, આ તણાવ વચ્ચે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સંયુક્તપણે 17 થી 20 નવેમ્બર દરમિયાન ગોવાના દરિયાઈ કાંઠે પર માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસ કરશે. ભારતીય નૌસેનાનું જહાજ વિક્રમાદિત્ય અને અમેરિકન સુપરકૈરિયર નિમિત્ઝની સાથે ઓસ્ટ્રેલિયન અને જાપાની નૌસેનાના બે વિનાશક ભાગ લેશે.
વિક્રમાદિત્ય પર મિગ -29 કે અને નિમિટ્ઝ પર એફ -18 લડાકુ વિમાન પણ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. આ ઉપરાંત ભારત અને યુ.એસ. જેવા બીજા બે દેશો કે જે ક્વાડનો ભાગ છે, તે ડોમેનની મલ્ટિ-ફંક્શનલ ક્ષમતાને મજબૂત બનાવશે. આ કવાયતના માધ્યમથી ચાર દેશોને એકબીજાની નૌસેનાઓ, કમાન્ડર અને કર્મચારીઓની સિદ્ધાંતો અને તાલીમના સ્તરને સમજવામાં ઘણી મદદ કરશે.
આ અભ્યાસ પર્સિયન ગલ્ફ અને અરબી સમુદ્ર વચ્ચેના વિસ્તારમાં ઓછામાં ઓછા 70 વિદેશી યુદ્ધજહાજ પેટ્રોલિંગ સાથે ભારે વાતાવરણમાં કરવામાં આવશે. પીપલ્સ લિબરેશન આર્મીના નૌકા યુદ્ધ જહાજો અભ્યાસના આસપાસના ક્ષેત્રમાં નથી, પરંતુ તે એટલા પણ દુર તો નથી જ.
ટોચના નૌસેનાના કમાન્ડરોના જણાવ્યા પ્રમાણે, ભારતીય નૌસેના સમગ્ર રીતે પૂર્વી અને પશ્ચિમી સમુદ્રતટ પર તૈનાત છે અને જો પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં પરિસ્થિતિ વધુ વણસે તો આકસ્મિક પરિસ્થિતિ માટે પણ તેઓ તૈયાર છે.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, તે સ્પષ્ટ છે કે ક્વાડ સભ્યો સંદેશાવ્યવહારની દરિયાઈ લાઈનને નેવિગેશન માટે ખુલ્લી રાખવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત તેઓ દક્ષિણ ચીન સમુદ્રમાં પીએલએ નૌસેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.
ભારતીય નૌસેના આવનારા વર્ષ સુધી તેની બીજી પરમાણું ઊર્જા ચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન, આઈએનએસ અરીઘધાટ સાથે સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતને કમીશન કરી શકે છે,જેના થકી ભારત વધ દુર સુધી જનર રાખી શકશે.
સાહીન-