સમગ્ર દેશમાં ઈદે-મિલાદની ઉજવણી – પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ
- દેશમાં ઈદે-મિલાદની ઉજવણી
પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ - તંદુરસ્ત રહો અને ખુશ રહો – પીએ મોદી
- ભાઈચારા અને દયાની ભાવના કાયમ રહે – પીએમ મોદી
સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાનો માર છે તો બીજી બાજુ અનેક તહેવારોની સિઝન શરુ થઈ ચૂકી છે, ત્યારે આજ રોજ ઈસ્લામ ઘર્મના પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તમામ બિરાદરોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.
હજરત પૈંગમ્બર મોહમ્મદ સાહેબના જન્મ દિનને ઉદે મિલાદ અથવા તો ઈદે-મિલાદ-ઉન નબી તરીકે ઉજવવામાં આવે છે,આ પ્રસંગ ઈસ્લામિક ઘર્મ પ્રમાણે રબિઉલ અવ્વલ મહિનાના 12માં ચાંદે મનાવવામાં આવે છે.
પીએમ મોદીએ આ પ્રસંગે શુક્રવારના રોજ ટ્વિટ કરીને લખ્યું છે કે, “મિલાદ ઉન નબીની શુભકામનાઓ, આશા છે કે દરેક લોકોમાં દયા અને ભાઈચારાની ભાવના હંમેશા રહે, તમામા લોકો સ્વસ્થ રહે અને ખુશ રહે, ઈદ મુબારક”
કોરોનાના કારણે નહી નિકળે જુલુસ
ઈસ્લામી ચાંદ પ્રમાણે ભારત દેશમાં 29 ઓક્ટોબરની સાંજથી ઈદે મિલાદની ઉજવણી શરુ કરવામામં આવી જાય છે, ભારત દેશ સહીત અનેક મુસ્લીમ દેશોમાં આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, કેટલાક સમુદાયો મોહમ્મદ સાહેબની યાદમાં જુલુસ નિકાળતા હોય છે. જો કે આ વર્ષ દરમિયાન કોરોનાના કારણે કોઈ પણ પ્રકારના જુલુસ નિકાળવામાં આવશે નહી. અને સાદગી સાથે આ પર્વને મનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશના વડા પ્રધાન દરેક તહેવારોમાં દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવવાનું ભુલતા નથી અને હંમેશા ભાઈચારો બનાવી રાખવાની શુભકામના પાઠવે છે.
સાહીન-
સાહીન-