1. Home
  2. revoinews
  3. સરકારના યોગ્ય પગલા બાદ થયો ડુંગળીના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો
સરકારના યોગ્ય પગલા બાદ થયો ડુંગળીના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો

સરકારના યોગ્ય પગલા બાદ થયો ડુંગળીના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો

0
Social Share
  • સૌથી મોટા જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ ઘટાડવામાં આવ્યા
  • નિકાસ પર પ્રતિબંધની સાથે આયાત વધારવાના પગલા પણ લેવાયા
  • દૈનિક આવકમાં સુધારો થયા પછી ભાવમાં ઘટાડો

દિલ્લી: સરકારની દખલ બાદ દિલ્હી, મુંબઇ અને ચેન્નાઈ જેવા મોટા બજારોમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં પ્રતિ કિલો રૂ .10 નો ઘટાડો થયો છે. સરકારે ડુંગળીના આસમાને પહોંચતા ભાવને ધ્યાનમાં રાખીને મહત્તમ સંગ્રહ મર્યાદા નક્કી કરી છે. આ ઉપરાંત નિકાસ પર પ્રતિબંધની સાથે આયાત વધારવાના પગલા પણ લેવામાં આવ્યા છે.

લાસલગાંવ એશિયામાં ડુંગળીનું સૌથી મોટું જથ્થાબંધ બજાર

સરકારે દખલ કર્યાના એક દિવસ બાદ ઉત્પાદક વિસ્તારોમાં પણ ભાવ નરમ પડ્યાં છે. ઉદાહરણ તરીકે,મહારાષ્ટ્રના લાસલગાંવમાં તેના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો આવ્યો છે અને તે 51 રૂપિયા કિલો પર આવી ગઈ છે. લાસલગાંવ એશિયામાં ડુંગળીનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે.

ચેન્નાઈ, મુંબઇ, બેંગ્લોર અને ભોપાલમાં પણ ભાવમાં ઘટાડો

સરકારી આંકડા મુજબ, ચેન્નઇમાં ડુંગળીના જથ્થાબંધ ભાવો 23 ઓક્ટોબરના રોજ 76 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 24 ઓક્ટોબરે રૂ. 66 રૂપિયા પ્રતિ કિલો થઇ છે. તો એ જ રીતે મુંબઇ,બેંગ્લોર અને ભોપાલમાં પણ દરે 5 રૂપિયાથી 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટીને ક્રમશ: 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, 64 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ છે.

લખનઉ, ભોપાલ, અમદાવાદ, અમૃતસર, કોલકાતા અને પુણે જેવા શહેરોમાં હજી આવક સુધરી નથી

આ વપરાશ બજારોમાં દૈનિક આવકમાં થોડો સુધારો થયા પછી કિંમતોમાં ઘટાડો થયો છે. મળતી માહિતી મુજબ, વિશ્વના સૌથી મોટા શાકભાજી બજાર દિલ્હીની આઝાદપુર બજારમાં દૈનિક આવક વધીને 530 ટનથી વધુ થઈ ગયું છે. મુંબઈમાં આવક 885 ટનથી વધીને 1,560 ટન થયું છે. ચેન્નઈમાં દૈનિક આવક 1,120 ટનથી વધીને 1,400 ટન અને બેંગ્લોરમાં 2,500 ટનથી વધીને 3,000 ટન થયું છે. જોકે, લખનઉ, ભોપાલ, અમદાવાદ, અમૃતસર, કોલકાતા અને પુણે જેવા શહેરોમાં હજી આવક સુધરી નથી.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code