- કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને મંજુરી આપી-
- બુધવારે રોજ પીએમ મોદીની અધ્યક્ષતા મળે કેબિનેટની બેઠક
- કેન્દ્ર સાશિત પ્રદેશ માટે 520 કરોડ ફાળવાયા
- નવી શિક્ષણ નીતિને મળશે વેગ
બુધવારના રોજ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી,આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે કેન્દ્ રીમંત્રી પ્રકાશ જાવડેકર અને નરેન્દ્રસિંહ તોમારે પત્રકાર પરિષદ યોજી હતી.
આ બાબતે જાવડેકરે જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ કેન્દ્રીય પ્રાયોજિત નવી યોજના તરીકે રાજ્યો માટે સ્ટાર્સ પ્રોજેક્ટ આરંભવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ કુલ 6 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જેમાં હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ અને ઓડિશાનો સમાવેશ થાય છે, આ તમામા પ્રોજેક્ટ વિશ્વ બેંક દ્વારા મસર્થન પુરુ પાડવામાં આવ્યું છે,આ યોજના હેઠળ એ બાબત ચોક્કસ નક્કી થશે કે, અભ્યાસનો હતુ માત્ર રટણ કરીને અભ્યાસ કરવાનો હોતો નથી,પરંતુ સમજી વિચારીને અભ્યાસ કરવો પડશે.
કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્ર સાશિત પ્રેદશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને 520 કરોડના મોટા પેકેજની ફાળવણી કરવામાં આવી છે.
કેબિનેટની મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે
- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં મૂકવામાં આવશે
- આ માટે STARSનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જેનો ખર્ચ 5 હજાર 700 કરોડથી વધુનો છે
- વિશ્વ બેંકે 500 મિલિયન ડોલરનો સહયોગ કર્યો છે
- જમ્મુ-કાસ્મીર અને લદ્દાખને રાષ્ટ્રી ગ્રામીણ આજીવિકા અભિયાન હેઠળ 529 કરોડ કરોડ રુપિયાના ખાસ પેકેજની પરવાનગી મળી
- આ પેકેજ 5 વર્ષ માટે જાહેર કરવામાં આવ્યું છેઆ શિક્ષણ નીતિથી સુઘારાનો માર્ગ મોકળો બનશે
- આ પેકેજનો ફાયદો લાખો લોકોને થશે
સાહીન-