- શુક્રવારના FAOની 75મી વર્ષગાઠ
- પીએમ મોદી 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ
- કૃષિ સંબધિત બાબતો પર અપાશે ખાસ ધ્યાન
- ખેતીની અનેત જાતોને રાષ્ટ્રને કરશે સમર્પિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયૂક્ત રાષ્ટ્રના ખાધ અને કૃષિ સંગઠનની આવનારી 75મી વર્ષગાઠ નિમિત્તે 16 ઓક્ટોબરને શુક્રવારના રોજ 75 રુપિયાનો સિક્કો જારી રકશે, આ પહેલા પીએમ મોદીએ રાજમાતા સિંધિયાની 100મી જન્મ જયંતિ પર પીએમ મોદીએ રુપિયા 100 ના સુક્કાનું પણ અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે બોયો ખેતીની જાતોને દેશને સમર્પિત કરશે પીએમ મોદી
બુધવારના રોજ વડા પ્રધાન કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે કે, એફએઓની 75મી વર્ષગાઠ પર પીએમ મોદી 75 રુપિયાના સિક્કાનું અનાવરણ કરશે તેની સાથે સાથે તાજેતરમાં દેશમાં વિકસિત આઠ પાકની 17 બાયો-ખેતીની જાતોને રાષ્ટ્રને સમર્પિત કરશે.
કૂપોષણને નાબૂદ કરવાનું લક્ષ્ય
પીએમઓ તરફથી જારી કરેલા બયાનમાં કહેવામાં આવ્યું છે, આ કાર્યક્રમ સરકાર તરફથી ખાસ કૃષિ અને પોષણ ક્ષેત્ર આપવામાં આવેલી ઉચ્ચ પ્રાથમિકતાને સમર્પિત કરવામાં આવશે,આ સાથે જ ભૂખ, અલ્પ પોષણ અને કૂપોષણને નાબુદ કરવા માટેના ખાસ સંકલ્પના લક્ષ્યને ધ્યાનમાં રખાશે .
આ કાર્યક્રમમાં દેશભરમાંથી લોકો જોડાશે
આ સમગ્ર કાર્યક્રમમાં દેશભરમાંથી આંગણવાડી, કૃષિ વિજ્ઞાન અને ઓર્ગેનિક અને બાગાયત અભિયાનો સાથે જોડાયેલા લોકો સામેલ થશે, આ પ્રસંગે ખાસ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
એફએઓ યસું છે અને તે શું કામગીરી કરે છે-જાણો
- લોકોને પર્યાપ્ત માત્રામાં સારી ગુણવત્તા વાળું ભોજન પ્રાપ્ત કરાવવું
- નિયમિત રીતે આ ભોજન પ્રાપ્ત કરવાનું કાર્ય
- લોકો આ ભઓજન થકી સ્વસ્થ અને સક્રીય રહે
- પોષણનું સ્તર ઊંચુ કરવાનું કાર્ય
- ગ્રામીણ લોકોનું જીવન શ્રેષેઠ બનાવવું
- આ સાથે વિશ્વ અર્થ વ્યવસ્થાની વૃધ્ધિમાં પોતાનું યોગદાન આપવું
- એફઓઓ સાથે દેશનો ખાસ સંબધ અને આતિહાસ છે
- વર્ષ 1956 થી 1967 દરમિયાન ભારતીય અધિકારી વિનય રંજને એડમિનિસ્ટ્રેટિવ તરીકે કાર્યરત રહ્યા
- તેમના આ કાર્યકાળ દરમિયાન જ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સ્થાપના કરવામાં આવી
WFPએ વર્ષ 2020 નો નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો છે.વૈશ્વિક સ્તરે ભૂખ અને ખોરાકની સુરક્ષા સામે લડવાના પ્રયત્નો માટે સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમને આ સન્માન આપવાની તાજેતરમાં જ ઘોષણા કરવામાં આવી છે.
સાહીન-