આજે ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગનો સ્થાપના દિવસ, રૂપાણી સરકાર આ ક્ષેત્રે કરશે 10 નવા MoU
– 17મી સપ્ટેમ્બરે ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગનો 12મો સ્થાપના દિવસ
– ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ માટે 10 સંસ્થાઓ સાથે કરાશે કરાર
– વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતા પુસ્તકનું પણ થશે લોકાર્પણ
17મી સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસની સાથોસાથ ગુજરાતના ક્લાઇમેટ ચેન્જ વિભાગનો 12મો સ્થાપના દિવસ છે. જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી 17મી સપ્ટેમ્બરે ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવા 10 સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ કરશે. આ ઉપરાંત આ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતું પુસ્તક બિલ્ડિંગ અ ક્લાઇમેટ રેસીલિયન્સ ગુજરાત અ ડીકેટ ઓફ ક્લાઇમેટ એક્શન એન્ડ અ રોડ મેપ ફોર ધ ફ્યુચરનું ઇ-લોકાર્પણ પણ કરવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજ્યનું ક્લાઇમેટ ચેન્જ વિભાગ હાલ વિવિદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરી રહ્યું છે. આ પૈકીની 10 સંસ્થાઓ સાથે વધુ પ્રોજેક્ટ પર કામ હાથ ધરવા 17મી સપ્ટેમ્બરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એમ.ઓ.યુ કરશે. આ સંસ્થાઓમાં ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીયો – ઇન્ફોર્મેટિક્સ સાથે સ્પેસ ટેક્નોલોજી અને જીયો ઇન્ફોર્મેટિક્સના ઉપયોગ દ્વારા ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવા તથા પુન પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી કરશે.
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે ક્લાઈમેટ ચેન્જ રીસ્ક એસેસમેન્ટ ઓફ મિટિગેશન ક્લાઈમેટ ફાયનાન્સ અને ક્લાઈમેટ પોલિસીની બાબતો અંગે એમ.ઓ.યુ. કરવામાં આવશે. આ કાર્યક્રમની લિંક ક્લાઈમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.
(સંકેત)