સુરત: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ડાયમન્ડ સિટી સુરતમાં પણ હિરાના કારખાના શરૂ થતાની સાથે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો હતો. તેમજ કેટલાક રત્ન કલાકારો અને તેમના પરિવારજનો પણ કોરોનાથી સંક્રમિત થયાં હતા. જેથી હિરાના કારખાના ચાલુ કરવા માટે કેટલાક નિયમો મનપા તંત્ર દ્વારા બનાવવામાં આવ્યાં હતા. દરમિયાન મનપા તંત્ર દ્વારા હિરાના એકમોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. કતારગામ વિસ્તારમાં આવેલા 3 યુનિટના રત્ન કલાકોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ યુનિટોને સીલ મારવામાં આવ્યાં છે.
કોરોનાની નવી ગાડલાઇન પ્રમાણે તમામ ડાયમંડ યુનિટોને કડકપણે ગાઈડલાઇન પાલન કરવાની સૂચના વચ્ચે તંત્ર દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. દરમિયાન કતારગામ વિસ્તારમાં અલગ અલગ 3 જેટલા ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્નકલાકર કોરોના સંક્રમિત થયા હતા. તેમનો રિપોર્ટ કાઢવામાં આવતા તે કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા આ મામેલ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા યુનિટો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રોજના સરેરાશ 50 હજારથી વધારે ટેસ્ટીંગ હાલના સમયમાં કરવામાં આવી રહ્યાં છે. 24 કલાકમાં 71 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. તેમજ અત્યાર સુધીમાં 31.45 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના શહેરી વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં હતા.
જો કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલતા ગ્રામ્ય વિસ્તારમાં જ એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1344 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 1240 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 91,470 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.43 ટકા ટકા છે. રાજ્યમાં હાલ સાત લાખ જેટલી વ્યક્તિઓ ક્વોરન્ટાઈન છે.