- ગુજરાતમાં નહી વેંચાય એક વર્શ સુઘી ગુટખા અને પાન-મસાલા
- પાન-ગુટખાનો પ્રતિબંધ એક વર્ષ સુધી લંબાયો
- પાન-મસાલા ખાનારા માટે ચિંતા જનક સમાચાર
સમગ્ર દેશમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે વિતેલા કેટલાક મહિઓમાં સરકાર દ્વારા લોકડાઉન કરવાની પણ ફરજ પડી હતી ત્યારે પાન-મસાલાના વેચાણ પર રાજ્ય સરકારે અમુક સમયની મર્યાદા સુધી પ્રતિબંધ મૂક્યો હતો, જો કે હવે પાન-મસાલા પર લાગવામાં આવેલ પર્તિબંધની સમય મર્યાદા વધારીને 1 વર્ષની કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં ગુખટાના શોખીનો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકરા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામા આવી છે. સમગ્ર રાજ્યમાં પાન-મસાલા ગુટકા, તમાકુ પર જે પ્રતિબંધ લગાવ્યો હતો તે હવે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કતહ્યું હતું કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ કરવા પર તેનો સંગ્રહ કરવા પર અને તેના વિતરણ પર હાલ પ્રતિબંધ યથાવત જ રાખવામાં આવ્યો છે. જેનું કતારણે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય સારુ જળવાઈ રહેવાનું કહેવામાં આવ્યું છે.
મંત્રીના જણાવ્યા પ્રમાણે, ફૂડ સેફ્ટિ અને સ્ટાન્ડર્ડ એક્ટ-2006 પ્માણે તથા રેગ્યુલેશન-૨૦૧૧ અંતર્ગત આ બેન યથાવત લગાવવામાં આવ્યો છે,જે હેઠળ કોઇપણ ખાદ્યચીજ પ્રદાર્થમાં તમાકુ કે નિકોટીનને અડ કરવું પ્રતિબંધ છેકારણે કે નિકોટિન. માનવ શરિર માટે હાનિકારક છે, અને આવનારી પેઢી સ્વસ્થ રહે તે માટે આ પ્રતિબંધ લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લ્ખનીય છે કે આ પ્રતિબંધ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવતા અનેક સ્થળોએથી જથ્થઆ બંધ પાન સમાસા મળી આવ્યાની ઘટનાઓ સામે આવી છે જેમાં સરકાર તરફથી છેલ્લા 3 વર્ષની અંદર કાનુની કાર્યવાહી કરીને અત્યાર સુધી 11 લાખ જેટલો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે અને આવનારા એક વર્ષ સુધી હજુ પણ જે કોઈ દુકાનદાર કે પેઢીઓ આ નિકોટીન યુક્ત વસ્તુનું વેચાણ કરશે તો તેના સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે,
સાહીન-