ઘણા લોકોને માથાના દુઃખાવવાની ફરિયાદ હોય છે…જેના ઘણા કારણ છે. જેમ કે, વધુ પડતું ધૂમ્રપાન, દારૂ, શરીરમાં પાણીની ખામી, વધારે ઊંઘ કરવી, પેઈન કીલરનું સેવન કરવું વગેરે માથાના દુઃખાવાનું કારણ છે. દરરોજ માથાનો દુઃખાવો થતો હોય અને જો તેની સારવાર કરવામાં ન આવે તો આ માઈગ્રેનનુ સ્વરૂપ ધારણ કરી શકે છે. ઘણા લોકો આ દુઃખાવાને ગંભીર રીતે લેતા પણ હોતા નથી. તો ઘણા લોકો માથાના દુઃખાવાની દવા લેતા હોય છે…પરંતુ આ દવાથી ઘણી આડ અસર પણ થતી હોય છે…એવામાં તમે ઘરેલું ઉપાયોની મદદથી માથાન દુઃખાવામાંથી રાહત મેળવી શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો
તુલસીના પાંદડા
જે લોકોને માથામાં દુઃખાવો થતો હોય છે. તેઓ ચા અથવા કોફી પીતા હોય છે, પરંતુ એક વખત તુલસીના પાંદડાઓને પાણીમાં ઉકાળી તેનું સેવન કરવુ જોઈએ… આ કોઈપણ ચા અને કોફીથી ઘણું વધારે કારગર અને ફાયદાકારક છે
તેલ
માથાનો દુઃખાવો દૂર કરવા તેલથી થોડો સમય માલિશ કરવું એ સારી ટ્રીટમેન્ટ છે.. તેલના મસાજથી તમારા માથાના દુઃખાવાની માંસપેશીઓને રાહત મળે છે
આદુ
આદુ માથામાં લોહી વાહિકાઓના સોજાને દૂર કરવામાં મદદ કરે છે… તેની મદદથી માથાના દુઃખવાની સારવાર થાય છે…. તેનું સેવન કરવાથી માઈગ્રેનના કારણે થનાર દર્દથી પણ રાહત મળે છે.
ફુદીનાનું તેલ
ઘરેલુ સારવાર કરવા માટે ફુદીનાનું તેલ ખૂબ જ લાભદાયી છે…. આ તેલ ન માત્ર ઠંડક મેહસૂસ કરાવશે, પરંતુ માથાના દુઃખાવામાં પણ રાહત અપાવવામાં મદદ કરશે….
લવિંગ
માથાના દુઃખાવામાંથી રાહત મેળવવા માટે લવિંગને અધકચરુ પીસી તેને ચપટી નમક અને દૂધની સાથે પણ સેવન કરી શકાય છે….
કાળા મરી અને ફુદીનાની ચા
માથાના દુઃખાવામાં કાળા મરી અને ફુદીનાની ચાનું સેવન કરવાથી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે…બ્લેક ટીમાં ફુદીનાની કેટલીક પાંદડી મિક્સ કરી પણ લઈ શકો છો.
_Devanshi