1. Home
  2. revoinews
  3. ફર્સ્ટ લૂક આઉટ : જોન અબ્રાહમ અને અદિતિ રાવ હૈદરી નવા અવતારમાં પડદા પર જોવા મળશે
ફર્સ્ટ લૂક આઉટ : જોન અબ્રાહમ અને અદિતિ રાવ હૈદરી નવા અવતારમાં પડદા પર જોવા મળશે

ફર્સ્ટ લૂક આઉટ : જોન અબ્રાહમ અને અદિતિ રાવ હૈદરી નવા અવતારમાં પડદા પર જોવા મળશે

0
Social Share
  • અર્જુન કપૂર અને રકુલ સિંહ પણ જોવા મળશે
  • જોન અબ્રાહમ પંજાબી લૂકમાં નજરે પડશે
  • ફિલ્મમાં સરહદ પારની લવ સ્ટોરી બતાવાશે

મુંબઈ: બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ અને અભિનેત્રી અદિતિ રાવનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે… જોન અબ્રાહમ અને અદિતિ રાવ હૈદરી ટૂંક સમયમાં એક નવા અવતારમાં પડદા પર સાથે જોવા મળશે….ફિલ્મમાંથી તેનો ફર્સ્ટ લૂક આઉટ થઇ ગયો છે ..જે ફેંસને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ અપકમિંગ ફિલ્મને કાશવી નાયર ડાયરેકટ કરી રહ્યા છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કૃષ્ણ કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોજવાની, નિખિલ અડવાણી અને જોન અબ્રાહમ મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે…

જો લૂક વિશેની વાત કરીએ તો જોન અબ્રાહમ સંપૂર્ણ રીતે પંજાબી લૂકમાં નજરે પડી રહ્યા છે, જ્યારે અદિતિ રાવ હૈદરી માથા પર દુપટ્ટો ઓઢેલા સિમ્પલ અવતારમાં છે. આ ફિલ્મમાં સરહદ પારની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ બંનેની સાથે અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે જ નીના ગુપ્તા પણ જોવા મળશે.

હાલમાં જ ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે આ અંગેની જાણકારી આપી હતી કે, અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહની ફિલ્મનું શૂટિંગ 25 ઓગસ્ટ 2020 થી શરૂ થઇ રહ્યું છે. 10 દિવસનું શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ સપ્ટેમ્બરના છેલ્લા 4 દિવસ શુટિંગ થશે. હજી ફિલ્મનું ટાઈટલ નક્કી કરવામાં આવ્યું નથી.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code