હવાઇ મુસાફરી દરમિયાન મુસાફરોમાં વાયરસ ફેલાઇ શકે છે પરંતુ ચેપનું જોખમ ઓછું: રિસર્ચ
- કોરોના વાયરસ હવાઇ મુસાફરીથી પણ ફેલાય છે
- વિમાનથી વાયરસ ફેલાય છે પરંતુ ચેપનું જોખમ ઓછું
- ફ્રેન્કફર્ટ ગોથ યુનિવર્સિટીએ આ અંગે કર્યું અધ્યયન
કોરોના વાયરસ વિવિધ રીતે ફેલાય છે તેમાં હવે વિમાનમાં મુસાફરીથી પણ વાયરસ ફેલાય છે તેવી સંભાવના છે. નવા વૈજ્ઞાનિક અધ્યયન પ્રમાણે એવી સંભાવનાની પુષ્ટિ કરવામાં આવી છે કે વિમાનથી વાયરસ ફેલાય છે પરંતુ તેના ચેપનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું હશે. વિમાનમાં, 9 માર્ચે 102 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, તેમાંથી 7 મુસાફરોને કોરોના વાયરસ હતો. ફ્લાઇટ દરમિયાન કુલ સાત ચેપગ્રસ્ત લોકોમાંથી ચાર એસિમ્પટમેટિક હતા.
વિમાનમાં મુસાફરી કરનાર કોઇ મુસાફરએ માસ્ક પહેર્યું ન હતું. ચેપનો ફેલાવો કેટલો ફેલાય છે તે જાણવા માટે ફ્રેન્કફર્ટ ગોથ યુનિવર્સિટીના મેડિકલ વિરોલોજી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સેન્ડ્રા સીસેક અને તેમની ટીમે મુસાફરોની પાછળથી મુલાકાત લીધી હતી, જો કે ચેપન શંકાસ્પદ કેસોની સૂચિ વધુ લાંબી મળી ન હતી. વિમાનમાં લાક્ષાણિક દર્દીઓ હતા પરંતુ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઓછી હતી.
એક અધ્યયન અનુસાર વિમાનની અંદર હવાનું પરિભ્રમણ સતત થતું રહે છે જેને કારણે વાયરસનો ચેપ ઓછો લાગે છે. તેથી ચેપનો દર પણ ઓછો રહે છે. વિમાનમાં મુસાફરી કરી રહેલા કુલ લોકોમાંથી 7 લોકો કોરોન સંક્રમિત થયા હતા. આ બાદ 4 કે 5 સપ્તાહ બાદ ફ્લાઇટમાં કોરોના સંક્રમિત જૂથોના સંપર્કમાં રહેલા અન્ય 78 મુસાફરોમાંથી 71 લોકોએ ઇન્ટરવ્યૂ પૂર્ણ કર્યો હતો. તેઓમાંથી માત્ર 2 લોકોમાં જ કોરોના સંક્રમણની પુષ્ટિ થઇ હતી. બીજા કોઇને કોરોના થયો ન હતો.
(સંકેત)