રામાયણની સીતા-રામ એ ગણેશ ચતુર્થીની કરી ઉજવણી- વીડિયો થયો વાયરલ

  • આજે ગણેશ ચતુર્થીનો પર્વ શરુ
  • ટીવીની સીતા-રામે ગણેશ ચતુર્થીની કરી ઉજવણી
  • સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

આજે ગણેશ ચતુર્થીનો પર્વ શરુ થયો છે, જે દર વર્ષે ગણપતિ બાપ્પાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર લોકો ઘરોમાં ધામધૂમથી ગણપતિની સ્થાપના કરે છે. જે બાદ ગણેશ ભજન, અખંડ દીપક અને પૂજન – અર્ચન કરી ઉજવણી કરે છે. ત્યારે ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’ ની સીતા-રામે પણ ઉજવણી કરી છે. ગણેશ ચતુર્થી નિમિત્તે અભિનેતા અરૂણ ગોવિલ અને દીપિકા ચીખલીયા ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરતા જોવા મળે છે. ટીવીની રામ-સીતાની આ પૂજા ખૂબ જ વિશેષ હતી. આ પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CEKNEU1ngPz/?utm_source=ig_web_copy_link

ગણેશ ચતુર્થી નિમિત્તે આ વર્ષે પણ ઘણા બોલિવૂડ અને ટીવી સેલેબ્સ સંપૂર્ણ વિધિ વિધાન સાથે ગણપતિ બાપ્પાને ઘરે લાવી રહ્યા છે. તો, આ પ્રસંગને વિશેષ બનાવવા માટે ટીવી ચેનલ સ્ટાર પ્લસ એક ભવ્ય સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ મહોત્સવમાં ટીવી જગતના ઘણા જાણીતા સ્ટાર્સ જોવા મળશે. આ સ્ટાર્સમાં રામાનંદ સાગરની ધાર્મિક સીરિયલ રામાયણમાં રામ સીતાની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ અને દીપિકા ચિખલીયા શામેલ છે. આ ભવ્ય સમારોહમાં બંને પૂજા કરતા પણ જોવા મળશે.

વિરલ ભાયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયાના ગણેશ પૂજનનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે જોવામાં આવ્યું છે કે કેવી રીતે આ બંને સંપૂર્ણ રીતે તૈયાર થઇને મંચ પર જાય છે અને પૂજા જ નહીં પરંતુ તેમના ભજનો પર પણ પર્ફોમન્સ આપે છે… ટીવીના સીતા-રામનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે….

દેવાંશી-

RELATED ARTICLES

Most Popular