- શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલજીએ કરી મહત્વની વાત
- ટાઈમ કેપ્સૂલ જેવુ કાંઈ કરવામાં આવવાનું નથી: કામેશ્વર ચૌપાલજી
- રામ મંદિરનું નિમાર્ણ શરૂ કરાશે
દિલ્હીઃ અયોધ્યામાં તા. 5મી ઓક્ટોબરમાં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરના નિર્માણના શ્રી ગણેશ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે. જો કે રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થાય તે પહેલા એવી અફવા ફેલાવવામાં આવી હતી જેમાં ટાઈમ કેપ્સૂલ રાખવાની વાત કરવામાં આવી હતી.
હાલ આ મુદ્દે ‘રિવોઈ-રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા’ પત્રકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલજી સાથે વાત કરી અને તે વાર્તાલાપ દરમિયાન તેઓએ જણાવ્યું કે આ વાત ખોટી છે અને ટાઈમ કેપ્સૂલ જેવુ કાંઈ રાખવામાં આવવાનું નથી.
આ મુદ્દે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલજી વધારે જણાવ્યું કે આ મુદ્દે કોઈ પ્રકારની વાત ધ્યાન આપવામાં ન આવે અને આવી વાતોને અફવા ગણાવી.
વાચકો માટે સત્ય એ છે કે રામમંદિરના નિર્માણ મુદ્દે જમીનની ક્ષમતાનું માપન કરવા માટે 200 ફૂટ ઉંડે ખાડો કરવામાં આવશે પણ રામ મંદિરના નિર્માણમાં ટાઈમ કેપ્સૂલ રાખવામાં આવશે તે વાતમાં કોઈ વાત સત્ય નથી.
જો કે મહત્વનું છે કે રામ જન્મભૂમિ વિવાદ વર્ષો સુધી કોર્ટમાં ચાલ્યો હતો અને કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ભારતીય વર્ષોથી અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. કરોડો ભારતીયોઓની આતુરતાનો આગામી વર્ષોમાં અંત આવી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 5મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રસંગ્રે મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહેશે.