- રતુલ પુરી અગસ્તા વેસ્ટલૈંડ મામલામાં તપાસના વંટોળમાં છે
- 354 કરોડ રુપિયાના બેંક કૌભાંડમાં પુરીની ઘરપકડ થઈ હતી
- 14 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડી વધારવામાં આવી
આગસ્તા વેસ્ટલૈંડ મામલે મધ્ય પ્રદગેશના મુખ્યમંત્રી કમલનાથન ભાણીયા રતુલ પુરીની ન્યાયિક કસ્ટડી 14 ક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે,રતુલ પુરી અગસ્તા વેસ્ટલૈંડ મામલામાં તપાસના ડાયરામાં ઘેરાયા છે,રતુલ પુરી પર પોતાની કંપનીના માધ્યમથી લાંચ લેવાનો આરોપ લગાવાયો છે,ઈડી એ રતુલ પુરીની 20 ઓગસ્ટના રોજ 354 કરોડ રુપિયાના બેંક ઘોટાળાના મામલે ઘરપકડ કરી હતી
ઈડી એ આરોપ લગાવ્યો છે કે,રતુલ પુરીની માલિકી અને સંચાલન વાળી કંપનીઓ સાથે સંકળાયેલા ખાતાનો ઉપયોગ વીઆઈપી હેલિકોપ્ટરો માટે અગસ્ટા વેસ્ટલૈંડના સોદામાં લાંચ અને મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા પૈસા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યો હતો.તેજ રીતે એક બીજા કેસમાં રતુલ પુરી પર પોતાની કંપનીના માધ્યમથી લાંચ લેવાનો આરોપ લગાવાયો છે,ઈડી એ રતુલ પુરીની આ મામલે 20 ઓગસ્ટના રોજ ઘરપકડ કરી હતી
સીબીઆઈ એ રતુલ પુરી,તેમની કંપની,તેમના પિતા અને મેનેજિંગ ડિરેક્ટર દીપક પુરી,તેમની માતા નીતા પુરી ,સંજય જેન અને વિનિત શર્માના વિરોધમાં તેમની સામે કથિત ગુનાહિત કાવતરું, છેતરપિંડી, બનાવટી અને ભ્રષ્ટાચારના કેસ નોંધ્યા છે. ઇડીએ 20 ઓગસ્ટના રોજ બેંક કૌભાંડ કેસમાં પુરીની ધરપકડ પણ કરી હતી.
રતુલ પુરી બેંક કૌંભાડના આરોપનો સામનો કરી રહ્યા છે, આ મામલે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અંદાજે 354 કરોડ રુપિયા ચાઉ કરવા સાથે સંકળાયેલો છે,સીબીઆઈએ મોઝરબેયર ઈન્ડિયા કેસમાં રતુલ પુરી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો, ત્યારબાદ ઇડીએ તેમની પ્રિવેન્શન ઑફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.