નાણાંકીય દેણદારી 58% વધીને 7.4 લાખ કરોડ રૂપિયા થઈ
દેશની કુલ બચતમાં 4 ટકાનો આવ્યો મોટો ઘટાડો
ભારતીય ઈકોનોમીનો જીવ ગણાતી ધરેલુ બચતની હવા નીકળી ગઈ છે. પાંચ વર્ષમાં કુલ દેણદારી 58 ટકા વધીને 7.4 લાખ કરોડ રૂપિયા થઈ છે. જ્યારે વર્ષ પહેલા એટલે કે 2017માં આ વધારો માત્ર 22 ટકાનો હતો. આ આંકડો દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રિસર્ચ વિંગનો છે.
આ પાંચ વર્ષમાં પરિવારોનું કર્જ બેવડું થયું છે, જ્યારે આ દરમિયાન ખર્ચ થનારી આવક એટલે કે ઈન્કમ માત્ર દોઢ ગણો વધી છે. તેનું પરિણામ એ થયું કે દેશની કુલ બચતમાં 4 ટકાનો મોટો ઘટાડો આવ્યો છે અને તે 34.6 ટકાથી ઘટીને 30.5 ટકા પર સમેટાઈ ગઈ છે.
બચતના આ સૌથી મોટા ઘટાડાનું સૌથી મોટું કારણ ઘરેલુ સ્તર પર બચતમાં આવેલો ઘટાડો છે. આ પાંચ વર્ષમાં પરિવારોની બચત લગભગ છ ટકા (જીડીપી) ઘટી છે. નાણાંકીય વર્ષ 2012માં જે ઘરેલુ બચત દર 23.6 ટકા હતો, તે 2018માં ઘટીને 17.2 ટકા રહી ગયો છે.
બચતમાં ભારે ઘટાડાની અસર અર્થવ્યવસ્થા પર દેખાવા લાગી છે.
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે માત્ર કર્જનો રેટ ઓછો કરવાથી મામલો ઉકેલાશે નહીં, હવે સરકાર તરફથી વધુ કેટલીક પહેલ કરવી પડશે. બેંકે પોતાની રિસર્ચ નોટમાં કહ્યું છે કે કેપિટલ ગેન ટેક્સને હટાવાયા બાદ 2018માં નાણાંકીય બચત પર કેટલીક અસર જોવા મળશે, પરંતુ 2019માં તેમા ઘટાડો થયો.
બેંકનું કહેવું છે કે ગ્રામીણ ક્ષેત્રમાં સરકારને માંગ વધારવા માટે કેટલોક ખર્ચ વધારવો જોઈએ. ખેડૂતોને આથિક મદદ માટે જે સ્કીમ શરૂ કરવામાં આવી છે, તેમા અત્યાર સુધી ટાર્ગેટથી ઓછા ખેડૂતોને ફાળવણી થઈ છે. પીએમ-કિસાન પોર્ટલના આંકડા જણાવે છે કે લક્ષ્યથી લગભગ અડધા ખેડૂતોની નોંધણી થઈ છે. જૂન-2019 સુધી 6.89 કરોડ ખેડૂતોના વેલિડેશન થયા હતા. જ્યારે ટાર્ગેટ 14.6 કરોડનો હતો. તેને વધારીને ગ્રામીણ માંગ વધારી શકાય છે.
બજેટમાં ફાળવણીની રકમને ખાસ કરીને મૂડીગત ખર્ચાઓમાં ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી સરકારને માત્ર 32 ટકા રકમ જ ખર્ચ થઈ શકી છે. જ્યારે ગત વર્ષ આ દરમિયાન 37.1 ટકા રકમ ખર્ચ થઈ હતા.
ખાનગી રોકાણમાં પણ ભારે ઘટાડો આવ્યો છે. 2007થી 2014 દરમિયાન થનારા 50 ટકાના સ્થાને 2014થી 2019 દરમિયાન 30 ટકા પર સમેટાઈ ગયું છે.
આ આંકડો સ્પષ્ટ જણાવે છે કે આ માત્ર નાણાંકીય સંકટ માત્ર નથી અને તેના મૂળ ઘણાં વધારે ઊંડા છે. હવે જોવાનું છે કે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એક-એક કરીને બેલઆઉટ પેકેજ તેને આમાથી ઉગારવામાં કેટલા મદદગાર સાબિત થાય છે.