કારગીલ યુદ્ધમાં ’17 સ્ક્વોર્ડન’ની બી. એસ. ધનોઆએ સંભાળી હતી કમાન, હવે રફાલ માટે થશે ફરીથી શરૂ
- સપ્ટેમ્બરના અંતમાં ભારતને પહેલું રફાલ યુદ્ધવિમાન મળશે
- વાયુસેના કારગીલ યુદ્ધ વખતની 17મી સ્ક્વોર્ડનને ફરીથી કરશે ગઠિત
- રફાલ 17મી સ્ક્વોર્ડન દ્વારા થશે સંચાલિત
ભારતીય વાયુસેના પોતાની ગોલ્ડન એરોજ 17મી સ્ક્વોર્ડનને ફરીથી ગઠિત કરે તેવી શક્યતા છે. આ સ્ક્વોર્ડન રફાલ યુદ્ધવિમાન ઉડાડનારી પહેલી યુનિટ હશે. સત્તાવાર સૂત્રો પ્રમાણે, વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆ મંગળવારે અંબાલા વાયુસેના કેન્દ્ર પર એક સમારંભમાં 17 સ્ક્વોર્ડનને ફરીથી શરૂ કરશે. વાયુસેના રફાલ યુદ્ધવિમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
કારગીલ યુદ્ધ સમયે 1999માં એરચીફ માર્શલ બીએસ. ધનાઓએ ગોલ્ડન એરોઝ 17 સ્ક્વોર્ડનની કમાન સંભાળી હતી. બઠિંડા વાયુસેના કેન્દ્રથી સંચાલિત સ્ક્વોર્ડનને 2016માં બંધ કરવામાં આવી હતી. ત્યારે વાયુસેનાએ રશિયા નિર્મિત મિગ-21 યુદ્ધવિમાનોને તબક્કાવાર રીતે હટાવવાનું શરૂ કર્યું હતું.
આ સ્ક્વોર્ડની સ્થાપના 1951માં કરવામાં આવી હતી, અને શરૂઆતમાં તેને હેવિલેન્ડ વેમ્પાયર એફ એમકે-52 યુદ્ધવિમાનોના ઉડ્ડયનોને સંચાલિત કર્યા હતા.
ભારતને પહેલું રફાલ યુદ્ધવિમાન આ માસના આખરમાં મળે તેવી શક્યતા છે. વાયુસેનાએ રફાલના સ્વાગત માટે જરૂરી માળખું તૈયાર કરવા તથા પાયલટોને તાલીમ સહીત તમામ તૈયારીઓને પણ પૂર્ણ કરી લીધી છે.
સૂત્રોનું કહેવું છે કે યુદ્ધવિમાનની પહેલી ટુકડી અંબાલા વાયુસેના કેન્દ્રમાં તેનાત કરવામાં આવશે. તેની ગણતરી વાયુસેનાના સૌથી વધુ રણનીતિક રીતે મહત્વપૂર્ણ કેન્દ્રોમાં થાય છે. અહીંથી ભારત-પાકિસ્તાન સરહદ લગભગ 220 કિલોમીટર છે. રફાલની અન્ય સ્ક્વોર્ડન પશ્ચિમ બંગાલના હાસીમારા કેન્દ્રમાં તેનાત રહેશે.