જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે વિશેષ પેકેજની ઘોષણા થઈ શકે છે. દેશને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર માટે પોતાનું વિઝન આગળ રાખ્યું હતું, હવે તેને અમલમાં મુકવાનું કામ થઈ રહ્યું છે.
કલમ-37૦ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવાને ત્રણ અઠવાડિયા જેટલોસમય વીતી ચુક્યો છે,હવે કેન્દ્ર સરકાર હવે રાજ્યમાં વિકાસના નવા રસ્તાઓ ખોલવાની તૈયારી કરી રહી છે. ધીરે ધીરે ખીણ વિસ્તારોમાંથી પ્રતિબંધો દૂર કરવામાં આવી રહ્યા છે, આ સાથે જમ્મુ કાશ્મીર પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે આ વિશેષ પેકેજની ઘોષણા પણ થઈ શકે છે. દેશને સંબોધન કરતી વખતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર માટે પોતાના દ્રષ્ટીકોમને આગળ રાખ્યો હતો અને તેના પર હવે કામ કરવામાં આવશે.
ઘાટી વિસ્તારો મોટે મોટા પેકેજની ઘોષણા
બુધવારની સાંજે 4 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. આ બેઠકનો સૌથી મોટો એજન્ડા જમ્મુ-કાશ્મીર માટે વિશેષ પેકેજની ઘોષણા હોઈ શકે છે. હવે જમ્મુ-કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યાં સુધી કોઈ સીમાંકન નથી થતું અને નવી સરકાર નહીં આવે ત્યાં સુધી કેન્દ્ર સરકાર તેની જવાબદારીની તમામ વ્યવસ્થા કરશે.
આ પેકેજમાં શું હોય શકે છે?
કેન્દ્ર સરકારના આ પેકેજમાં રાજ્યમાં રોજગારની તકો ઊભી કરવી તે વાતને મહત્વ આપી શકાય,આ ઉપરાંત વેપારને પ્રોત્સાહન આપવું, ઉદ્યોગને રોકાણ માટે આમંત્રણ આપવું, રાજ્યમાં શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવું, આ દરેક બાબતોને લઈને પગલાં લેવામાં આવી શકે છે. કાશ્મીરી યુવાનો માટે 50 હજાર નોકરીની જાહેરાતની સાથે સેના અને પોલીસમાં પણ ભરતીની તક મેળવી શકાશે.
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે સતત પ્રયત્નો કરશે કોઈ પમ કસર બાકી નહી રાખે. પ્રધાન મંત્રી મોદીજીના આ સંબોધનની અસર પણે ખુબ સારી રીતે જોઈ શકીયે છે,અનેક મંત્રીઓ વારંવાર કાશ્મીરની મુલાકાતે આવી ને ત્યાના લોકોની ખબર અંતર પૂછતા જોવા મળ્યા હતા,ત્યારે થોડા જ સમયમાં પર્યટન મંત્રાલયની ટીમ પણ ખીણ વિસ્તાર તરફ રવાના થશે. ટૂંક સમયમાં પર્યટન મંત્રાલયોની બીજી ટીમો પમ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કલમ-37૦ના કારણે જ કાશ્મીરના લોકો વિકાસથી વંચિત રહી ગયા હતા, પરંતુ હવે આવું નહીં થાય. કેન્દ્ર સરકાર તરફથી રોકાણની તકોમાં વધારો કરવામાં આવશે, બોલિવૂડને ફિલ્મ્સ બનાવવાના આયોજન કરવામાં આવશે, ઘણા ઉદ્યોગોને પણ ઘાટી વિસ્તારોમાં રોકાણ કરવા આમંત્રણ આપવામાં આવશે.તે ઉપરાંત, 106 કેન્દ્રીય કાયદાઓ કે જે હજી સુધી અમલમાં નથી, તે ખીણમાં જલ્દીથી લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નવી વ્યવ્સથા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ 31 ઓક્ટોબરથી બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો બનશે. 31 ઓક્ટોબર,2019થી રાજ્યમાં 106 કેન્દ્રીય કાયદાઓનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે, પરંતુ કેન્દ્રીય અને રાજ્ય કાયદા 30 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.