નવી દિલ્હી : જૂના થઈ ચુકેલા ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાન મિગ-21 પર કટાક્ષ કરતા વાયુસેનાધ્યક્ષ એરચીફ માર્શલ બી. એસ. ધનોવાએ કહ્યુ છે કે વાયુસેના હજીપણ 44 વર્ષ જૂના મિગ-21 યુદ્ધવિમાન ઉડાડી રહી છે, જ્યારે આટલા વર્ષ બાદ કોઈ પોતાની કાર પણ ચલાવતું નથી.
વાયુસેનાના મિગ-21 યુદ્ધવિમાનચાર દશકથી વધારે જૂના થઈ ગયા છે. પરંતુ હજીપણ મિગ શ્રેણીના વિમાન વાયુસેનાની કરોડરજ્જૂની જેમ છે. દુનિયામાં કદાચ ભાગ્યે જ કોઈ દેશ આટલા જૂના યુદ્ધવિમાન ઉડાડે છે. કારણ કે વાયુસેના પાસે મિગ-21ના વિકલ્પ તરીકે કોઈ વિમાન નથી. આ વિપરીત પરિસ્થિતિઓ છતાં વાયુસેના પુરા દમખમ સાથે આના ભરોસે માત્ર સરહદની હિફાજત જ કરતી નથી, પરંતુ દુશ્મનના પડકારોને પણ જવાબ આપે છે.
એરચીફ માર્શલ બી. એસ.ધનોઆએ આ વાત દિલ્હીમાં એરફોર્સ ઓડોટોરિયમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની હાજરીમાં કહી છે. મોકો હતો વાયુસેનાના આધુનિકીકરણ અને સ્વદેશીકરણને લઈને થઈ રહેલા સેમિનારનો. આ મોકા પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ છે કે ભારતીય વાયુસેના એક પ્રોફેશનલ એરફોર્સ છે. બાલાકોટ હુમલા બાદ તેની તાકાત દુનિયાએ પણ માની છે.
અત્યાર સુધી વાયુસેનાના ઘણાં મિગ-21 યુદ્ધવિમાનો દુર્ઘટનાનો ભોગ બની ચુક્યા છે. વાયુસેનાની જરૂરત લગભગ 42 સ્ક્વોર્ડનની છે, પરંતુ તેની પાસે માત્ર 31 સ્ક્વોર્ડન છે. ફ્રાંસી પાસેથી રફાલની પહેલી ખેપ સપ્ટેમ્બરમાં ભારત આવી જશે. ફ્રાંસ પાસેથી ભારતે 36 રફાલ યુદ્ધવિમાનની ખરીદીનો સોદો કર્યો છે. તેની ડિલીવરી 2022 સુધીમાં થશે. વાયુસેનાએ વધુ 11 યુદ્ધવિમાનોની ખરીદીનું ટેન્ડર જાહેર કર્યું છે.
ભારત અને પાકિસ્તાનની સીમા પર તણાવ પર વાયુસેના ચીફ બી. એસ. ધનોઆએ કહ્યુ છે કે તેમણે જોયું છે કે ક્યાં તેનાતી છે. ભારતીય વાયુસેના હંમેશાથી સતર્ક રહે છે. એવું નથી કે તણાવ થયો છે, તો અમે સતર્ક છીએ. એર ડિફેન્સ સિસ્ટમની જવાબદારી અમારી છે, તો અમે સતર્ક છીએ.
એરચીફ માર્શલ બી. એશ. ધનોઆએ કહ્યુ છે કે અમે સ્વદેશી તકનીક દ્વારા જૂના થઈ ચુકેલા યુદ્ધક ઉપકરણોના બદલાવાની રાહ જોઈ શકીએ નહીં, તો દરેક સંરક્ષણ ઉપકરણને વિદેશથી આયાત કરવા સમજદારી પણ નહીં હોય. અમે પોતાના જૂના થઈ ચુકેલા હથિયારોને સ્વદેશ નિર્મિત હથિયારોથી બદલી રહ્યા છીએ. તેના સિવાય પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ત્રણ વર્ષના સેવિવિસ્તાર પર ભારતીય વાયુસેનાના એરચીફ માર્શલ બી. એસ. ધનોઆએ કહ્યુ છે કે તેઓ જાણતા નથી, કે તેમની (પાકિસ્તાનની) શું સિસ્ટમ છે, અને તે કેવી રીતે કામ કરે છે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ છે કે તેમણે તાજેતરમાં સરકારી એકમોની ટેસ્ટ ફેસિલિટીને ખાનગી સંરક્ષણ ક્ષેત્રને ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ઔપચારીક સરકારી આદેશ જાહેર કરવામાં આવશે અને તેનાથી ઘણી અડચણો દૂર થઈ ગઈ છે. સાથે જ રાજનાથસિંહે કહ્યુ છે કે ભારતીય વાયુસેના તકનીકી રીતે અત્યાધુનિક અને બેહદ સક્ષમ સેના છે, અને પાડોશમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર તાજેતરમાં કરવામાં આવેલા હુમલા ભારતીય સશસ્ત્ર સેનાઓની આ અજેય એકમની પહોંચ અને મારક ક્ષમતા બાબતે ઘણું બધું જણાવે છે.