અક્ષય કૂમાર, વિદ્યા બાલન,તાપસી પન્નુ,સોનાક્ષી સિન્હા,કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન સ્ટાર કાસ્ટ ઘરાવતી ફિલ્મ એટલે ‘મિશન મંગલ’, જે લાસ્ટ 4 દિવસથી સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે અને હાલ 100 કરોડની કમાણીનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે.બોક્સ ઓફિસ ‘મિશન મંગલ’ ખુબ જ કમાણી કરી રહી છે જેને ત્યાર સુધી 97.56 કરોડની કમાણી કરી છે.
ફિલ્મ ‘મિશન મંગલ’ના ડાયરેક્ટર જગન શક્તિએ આ ફિલ્મમાં મહિલાઓની શશક્તિના દર્શન ભરપુર પ્રમાણમાં કરાવ્યા છે, ‘મિશન મંગલ’ ફિલ્મ વર્ષની સૌથી વધુ વિકેન્ડ ઓપનર સાબિત થઈ છે, જેમાં પ્રથમ નંબરમાં સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ આવે છે કે જેણે ફસ્ટ વિકમાં 150.10 કરોડ રુપિયાનું કલેક્શન કર્યુ હતું.ત્યારે હવે અક્ષયની આ ‘મિશન મંગલ’ સિનેમા પડદા પર ખુબ કમાણી કરવામાં આગળ રહી છે. આ ફિલ્મ અક્ષયના કરિયરની મોટી ઓપનર ફિલ્મ સાબિત થઈ છે,
tags:
misson mangal