મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાં લોકોથી ભરેલી નાવડી પલટી મારી ગઈ હતી જેમાં ગામના લોકો સવાર હતા, પલુસ બ્લોકના ભામનાલની પાસે ગુરુવારના રોજ બનેલી આ ઘટનામાં 9 ગ્રામજનોના મોત થયા હતા, નાવડીમાં 27થી30 લોકો સવાર હતા,વહીવટી તંત્રએ 16 લોકોને ડૂબતા બચાવ્યા હતા,જ્યારે અન્ય લોકોની શોધખોળ શરુ છે.
મહારાષ્ટ્રમાં પુરની પરિસ્થિતી વકરી રહી છે, પુરના કારણે લોકોનું જનજીવન ખોળવાયું છે,રક્ષામંત્રાલયનું કહેવું છે કે સતત વરસી રહેલા વરસાદ અને જળાશયોમાંથી પાણી છોડવાના કારણે મહારાષ્ટ્ર અને કર્ટણાકમાં પુર જેવી સ્થિતી સર્જાય છે ,આ બન્ને રાજ્યમાં વહીવટ તંત્ર દ્રારા બચાવકાર્ય શરુ છે ,સાથે સાથે બચાવકાર્ય માટે સેનાની પણ મદદ લેવામાં આવી છે.
અનાધાર વરસી રહેલા વરસાદના કારણે કુર્લા,ઉપનગર,ઈન્દિરા નગર,ઝરીમરી,શંકર નગર અને બાલબજાર વિસ્તારોમાં કેટલાક ઘરોમાં પણ પાણી પ્રવેશી ગયુ છે, ત્યારે મહરાષ્ટ્ર અને કરાણાટકમાં પુરમાંથી લોકોને બચાવાની કામગીરી શરુ છે લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે,કર્ણાટકના બેલગામ,બાગલકોટ, રાયચૂર જીલ્લા ને મહારાષ્ટ્રના રાયગઢ, કોલ્હાપુર,અને સાંગલી જીલ્લામાં રેસ્ક્યૂ પરેશન માટે એક હજાર સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુર અને વરસાદની સ્થિતીને જોતા અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી, તેમના મુજબ મહારાષ્ટ્રના 204 ગામો અને 11 હજાર પરિવાર પુરની સ્થિતી સામે લડી રહ્યા છે, જેના માટે આ રેસ્ક્યૂ ઓપરેશનમાં સેના,નૌસેના અને વાયુ સેનાના જવાનોની મદદ લેવામાં આવી રહી છે જેથી કરીને લોકોને પાણીની બહાર લાવવામાં સરળતા રહે અને વધુથી વધુ લોકોને પુરમાંથી સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવે.
ફડણવીસે કહ્યું કે રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં 22 એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે.,આ ઉપરાંત રાજ્ય સરકારે ડોર્નિયર એરક્રાફ્ટની માંગ કરી છે, જેથી ટીમને સરળતાથી વિમાનમાં લઈ જઈ શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેટલીક ટીમોને એમઆઈ 17 ચોપરથી એરલિફ્ટ કરવામાં આવી છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે રાહત અને બચાવ કાર્ય માટે ગુજરાત અને ઓડિશાની વિશેષ ટીમની પણ માંગ કરી છે.