1. Home
  2. revoinews
  3. અનુચ્છેદ-370 ખતમ થવાની નહેરુની ભવિષ્યવાણીને મોદી સરકારે બનાવી હકીકત
અનુચ્છેદ-370 ખતમ થવાની નહેરુની ભવિષ્યવાણીને મોદી સરકારે બનાવી હકીકત

અનુચ્છેદ-370 ખતમ થવાની નહેરુની ભવિષ્યવાણીને મોદી સરકારે બનાવી હકીકત

0
Social Share

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર પ્રદાન કરનારા અનુચ્છેદ-370ની જોગવાઈઓને હટાવી દીધી છે. તો સકરારે રાજ્યસભામાં રાજ્યના પુનર્ગઠનનો પણ સંકલ્પ રજૂ કર્યો છે. તેમા જમ્મુ-કાશ્મીર હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. તો લડાખને પણ અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વાત કહેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના મામલા પર પોતાની નીતિઓને લઈને ટીકાઓનો શિકાર બનનારા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ જાણતા હતા કે એકને એક દિવસ અનુચ્છેદ-370ને દૂર થવાનું જ છે. તેમની આ ભવિષ્યવાણીની ઝલક જમ્મુ-કાશ્મીરના તત્કાલિન નેતા પંડિત પ્રેમનાથ બજાજને લખેલા પત્રમાં જોવા મળે છે.

શું કહ્યું હતું પંડિત જવાહરલાલ નહેરુએ ?

21 ઓગસ્ટ, 1962ના રોજ અનુચ્છેદ-370ના સંદર્ભે પંડિત પ્રેમનાથ બજાજના પત્રનો ઉત્તર આપતા જ જવાહરલાલ નહેરુએ લખ્યું હતું કે

વાસ્તવિકતા એ છે કે બંધારણમાં આ કલમના રહેતા પણ, જે કે જમ્મુ-કાશ્મીરને એક વિશેષ દરજ્જો આપે છે, ઘણું બધું કરાઈ ચુક્યું છે અને જે કંઈ થોડીઘણી અડચણો છે, તે પણ ધીરેધીરે સમાપ્ત થઈ જશે. સવાલ ભાવુકતાનો વધારે છે, અન્ય બીજું કંઈ હોવા કરતા. ક્યારેક-ક્યારેક ભાવના મહત્વપૂર્ણ હોય છે, પરંતુ આપણે બંને પક્ષોને તોળવા જોઈએ અને હું વિચારું છું કે હાલમાં આપણે આના સંદર્ભે અન્ય કોઈ પરિવર્તન કરવું જોઈએ નહીં.

જવાહરલાલ નહેરુ અને પંડિત પ્રેમનાથ બજાજ વચ્ચે આ પત્રવ્યવહારનો ઉલ્લેખ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ જગમોહને પોતાના પુસ્તક – ધધકતા અંગારામાં કર્યું છે. જગમોહન પોતાના પુસ્તકમાં લખે છે કે આ પત્રથી ખબર પડે છે કે નહેરુએ સ્વયં કલમ-370માં ભાવિ પરિવર્તનનો ઈન્કાર કર્યો ન હતો. ઘણું બધું કરાઈ ચુક્યું છે- માનવામાં આવી રહ્યું છે કે આ કથનને પાછળ નહેરુનો આશય હતો કે કલમ-370માંજરૂરત પડવા પર સરકાર સંશોધન કરતી રહ છે. તેવામાં સમય આવવાથી ધીરેધીરે સંશોધનો દ્વારા અન્ય જોગવાઈઓ પણ સમાપ્ત કરવામાં આવશે.

જગમોહન બે વખત જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહી ચુક્યા છે. પહેલીવાર તેઓ એપ્રિલ-1984થી જૂન-1989 સુધી અને બીજી વખત જાન્યુઆરી-1990થી મે-1990 વચ્ચે રાજ્યપાલ રહી ચુક્યા હતા. આ દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીરમાં થયેલી નિર્ણાયક ઘટનાઓના સાક્ષી પણ રહ્યા છે. જગમોહનની નજરમાં જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદ અને ફૂટના સૌથી મજબૂત મૂળિયા ભારતીય બંધારણના અનુચ્છેદ – 370માં રહ્યા.

તેમણે પુસ્તકમાં લખ્યું છે કે કાશ્મીર સમસ્યાનો વાસ્તવિક ઉકેલ કમજોરીઓ અને નકારાત્મક કારણોને દૂર કરીને જ શક્ય છે. નવી દ્રષ્ટિ અને નવા ભારતના ઉત્સાહ માટે નવા ભારતની આવશ્યકતા છે. કાશ્મીરમાં પાખંડી નીતિ પોતાની સીમાઓ તોડી ચુક્યા છે. આજે ભારતના નેતાઓએ સળગતી સચ્ચાઓનો સામનો કરવાના સ્થાને ભ્રમોની છાયામાં રહેવાની પ્રવૃત્તિ અપનાવી રાખી છે.

જગમોહને પોતાના પુસ્તક ધધકતા અંગારામાં લખ્યું છે કે કાશ્મીરી ભાગલાવાદ અને ફૂટની સૌથી મજબૂત જડો ભારતીય બંધારણના અનુચ્છેદ – 370માં છે. જે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે. નિહિત સ્વાર્થો દ્વારા આ કલમનો દુરુપયોગ થાય છે. જગમોહને 15 ઓગસ્ટ-1986ના રોજ પોતાની ડાયરીમાં લખ્યું છે કે કલમ-370 આ સ્વર્ગ રૂપી રાજ્યમાં માત્ર શોષકોને સમૃદ્ધ કરવાનું જ સાધન છે. આ ગરીબોને લૂંટે છે. તે મૃગતૃષ્ણાની જેમ તેમને ભ્રમમાં નાખે છે. તે સત્તાધારી કુલિનોના ખિસ્સા ભરે છે. નવા સુલ્તાનોના ઘમંડને વધારે છે.

કેવી રીતે લાગુ થઈ કલમ-370?

દેશને આઝાદી મળ્યા બાદ રજવાડાઓના એકીકરણની પ્રક્રિયા શરૂ થઈ. 25 જુલાઈ-1952ના રોજ મુખ્યપ્રધાનોને લખેલા પંડિત જવાહરલાલ નહેરુના પત્રથી અનુચ્છેદ- 370ના લાગુ થવાની જાણકારી મળે છે. આ પત્રમાં નહેરુએ લખ્યું છે કે જ્યારે નવેમ્બર-199માં આપણે ભારતના બંધારણને આખરી રૂપ આપી રહ્યા હતા. ત્યારે સરદાર પટેલે આ મામલાને જોયો. ત્યારે તેમણે જમ્મુ-કાશ્મીરને આપણા બંધારણમાં એક વિશેષ પરંતુ સંક્રમણકાલિન દરજ્જો આપ્યો. આ દરજ્જો બંધારણમાં કલમ-370ના સ્વરૂપે નોંધાયો હતો. તેના સિવાય 26 જાન્યુઆરી-1950ના રોજ રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી પણ તેને નોંધવામાં આવ્યો હતો. આ અનુચ્છેદના માધ્યમથી અને આ આદેશના માધ્યમથી આપણા બંધારણના કેટલાક હિસ્સો કાશ્મીર પર લાગુ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code