રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી સાથે ટ્રિપલ તલાક પર બન્યો કાયદો, ઈન્સ્ટન્ટ તલાક આપવા પર 3 વર્ષની કેદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં પારીત ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી દીધી છે. તેના કારણે હવે આ એક કાયદો બની ગયો છે. સરકારી જાહેરનામામાં આ જાણકારી આપવામાં આવી છે. પત્નીને ટ્રિપલ તલાક દ્વારા છોડનારા મુસ્લિમ પુરુષને ત્રણ વરષ સુધીની સજાની જોગવાઈવાળા આ બિલને મંગળવારે પારીત કરવામાં આવ્યું હતું.
લોકસભામાં મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયકને ગત સપ્તાહે પારીત કરવામાં આવ્યું હતું. તેના પછી રાજ્યસભામાં 84 વિરુદ્ધ 99 મતોથી તેને પારીત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે પત્નીને એકસાથે ત્રણ તલાક આપનારા મુસ્લિમ પુરુષને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે.
ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીએ બુધવારે કહ્યુ છે કે ટ્રિપલ તલાક બિલના વિરોધમાં છદ્મ ઉદારવાદીઓનો પર્દાફાશ થયો છે. તેની સાથે તેમમે મહિલાઓ માટે ન્યાયની તુલનામાં કટ્ટરપંથી વોટબેંકને વધારે પ્રાથમિકતા આપવાને લઈને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા છે. જેટલીએ એક બ્લોગમાં કહ્યુ છેકે ઉદારવાદીઓને મૌખિક તલાક એટલે કે તલાક એ બિદ્દત હેઠળ મહિલાઓ સાથે ભેદભાવ અને અન્યાયનો વિરોધ કરવો જોઈતો હતો. પરંતુ આ મામલામાં વિધેયકના પક્ષમાં કોઈપણ બોલ્યું નથી, જ્યારે આ વિધેયક અન્યાયને સમાપ્ત કરશે.