ટ્રિપલ બિલ મંગળવારના રોજ રાજ્યસભામાં પાસ થયુ છે સાથે તેના પર રાષ્ટ્રપતિની સહી થતા જ આ બિલ કાનુનમાં ફેરવાઈ જશે,ત્રણ તલાક બિલના પાસ થવા પર એ મહિલાઓ એ ખુશી વ્યક્ત કરી છે કે જેઓ એ આ બિલ પાસ થવાના પાછળ ખુબ સંઘર્ષ કર્યો છે બિલ પાસ કરવામાં સંઘર્ષ કરાવનાર આ પાંચ મહિલાઓ એવી છે કે જેણે મુસ્લિમ કટ્ટરવાદીઓ સામે ખૂબ લડત આપી છે.
શાયરા બાનો — ઉત્તરાખંડના કાશીપુરમાં રહેનારી 38 વર્ષિય શાયરા ત્રણ તલાકના વિરોધમાં કોર્ટમાં અરજી કરનારી પ્રથમ મહિલા હતી, તેમના પતિએ તેમને 2015માં ત્રણ તલાક આપી હતી અનેત્યારથી હાલ સુધી માસિક ખર્ચ માટે કોર્ટમાં લડાઈ લડી રહી છે,ત્યારે ત્રણ તલાક બિલ પાસ થતા પોતાની ખુશી જાહેર કરતા શાયરા બાનું એ કહ્યું કે “આ માત્ર મારા માટે ઉત્સાહની ક્ષણ નથી પરંતુ મુસ્લિમ સમાજની દરેક મહિલા માટે આ ખુશીના સમાચાર છે, પણે એક ખરાબ પરંપરામાંથી આઝાદ થયા છે”
શાયરા બાનુંએ વધુમાં જણાવ્યું કે મહિલાઓની કેટલી પેઢી ત્રણ તલાકથી પીડિત છે, રાતોરાત તેઓને ઘરથી બહાર નીકાળવામાં આવી હતી અને દોઝખથી પણ બત્તર જીવન જીવવા પર મજબુર કરવામાં આવી હતી, દરેક લોકો પુરુષ માટે જ કેમ ચિંતા કરે છે મહિલાઓની ચિંતા કેમ નથી કરતા, ત્રણ તલાકના વિરુધમાં સુપ્રિમ કોર્ટના આદેશ હોવા છતા લોકોમાં તેનો ડર જોવા મળ્યો નથી માટે કાનુન બનતા લોકો હવે ત્રણ તલાક આપતા ડરશે અને સમાજમાં ત્રલાકનું પ્રમાણ નહીવત થશે.
ઝાકીયા સોમન— ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સભ્ય અને વકીલ છે તેઓ આ ત્રણ તલાકથી થતા છૂટાછેડા રિવાજના વિરોધક છે. શાહબાનું કેસમાં દાખલ કરવામાં આવેલી બીએમએમએની અરજી સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોની ખંડપીઠે બદલી હતી. રાજ્યસભામાંથી છૂટાછેડાનાં ત્રણ બીલ પસાર થયાં ત્યારે સોમાને કહ્યું, “ લાબાં સમયથી આ નુર્મયની રાહ જોવી રહી હતી,આ નિર્ણય વવામાં થોડુ મોડુ થયું છે પરંતુ તેનું સ્વાગત કરવું જોઈએ. જોકે મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં પણ સુધારો થવો જોઇએ, પરંતુ હાલમાં તો આ લેવામાં આવેલા કાનુની પગલાનું સ્વાગત કરવું જોઈએ
ઇશરત જહાં— છૂટાછેડાના કેસમાં એક મહત્વના અરજદાર ઇશરત જહાં કહે છે, “આ એક મોટા સમાચાર છે. મારું જીવન બરબાદ થઈ ગયું છે, પરંતુ હવે તે કોઈ પણ બીજીની સ્ત્રીનું જીવન આ તલાકના કારણોસર હવે નહી બગડે. હવે કોઈએ પણ મુશ્કેલ સંજોગોમાંથી પસાર થવું પડશે. હવે કાયદો અમારી સાથે છે. આશરત જહા માત્ર 14 વર્ષના હતા ત્યારે 2001માં તેમના નિકાહ કરાવી દેવાયા હતા,. એપ્રિલ 2015માં ઇશરતના પતિએ તેને દુબઇથી ફોન પર ત્રણ તલાક આપી હતી . ઇશરતના જણાવ્યાં મુજબ તેના પતિએ તલાક પ્યા પછી બીજા લગ્ પણ કરી લીધા હતા. ઇશરત જહાંના કહેવા પ્રમાણે, ‘આ કાયદો હજારો મહિલાઓના હિતમાં છે આ ક ઐતિહાસિક નિર્ણય છે. ‘
ગુલશન પ્રવિન—33 વર્ષના ગુલશન પ્રવિન તેના પતિએ 2015 માં ત્રણ તલાકની નોટ લખીને મોકલી હતી. ગુલશનના પતિએ બીજા લગ્ન પણ કર્યાં છે, જ્યારે ગુલશન ઉત્તર પ્રદેશથી તેના 5 વર્ષના પુત્ર સાથે દિલ્હી જતી રહી હતી બસ ત્યારથી, તેનો સંઘર્ષ ચાલુ છે. ગુલશન કહે છે કે મારું જીવન જ્યા અટક્યુમ હતુમ ત્યાનું ત્યા જ છે વર્ષો પહેલા જ્યારે મારા પતિએ મને ઘર છોડવાનું કહ્યું હતું. મુસ્લિમો માટે આત્મસન્માન માટે કાયદો હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આફરીન રેહમાન— જયપુરની રહેવાસી આફરીન રહેમાને પણ ત્રણ તલાક સામે અરજી કરી હતી.જાન્યુઆરી, 2016 માં, આફરીનને તેના પતિએ સ્પીડ પોસ્ટથી એક પત્ર મોકલીને ત્રણ તલાક આપી હતી. આફ્રિને કહ્યું કે “આજે હું ખૂબ જ ખુશ છું .. આ બિલ પાસ થયું જે અમારા માટે ઐતિહાસિક જીત છે” જ્યારે રાજ્યસભામાંથી ત્રણ તલાક બિલ પસાર થાય છે. આપણી સાથે જે બન્યું છે તે આપણે બદલી શકતા નથી, પરંતુ તે સદીઓથી જાણે એક પ્રથા બની ગઈ હતી.