ચંદ્રયાન-2 લોન્ચને અનેક મહાન બૉલિવૂડ હસ્તીઓએ શુભેચ્છાઓ પાઠવી

આજે ભારતદેશ માટે ગર્વ લેનારી વાત છે કે ચંદ્રયાન-2 સફળતા પૂર્વક ઉડાન ભરી ચુક્યું છે ચંદ્રયાન-2ને બપોરે 2:43 વાગ્યે દેશના સૌથી શક્તિશાળી બાહુબલી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવામાં આવ્યુ. મિશનની સફળતા બાદ સમ્રગ દેશ ખુશીથી ઝૂમી ઉઠયો , ત્યારે દેશભરમાંથી આ ઉડાન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ,દેશના વડાપ્રધાન કે પછી રાષ્ટ્રપતી દરેકએ આ ઉડાનને ને ઈસરોને બિરદાવ્યા છે ત્યારે બોલિવૂડ જગતની મહાન હસ્તીઓ પમ ટ્વિટર પર ટ્વિટ કરીને આ ચંદ્રયાન-2ના મિશનને શુભેચ્છાઓ પાઠવી છે.

આ ચંદ્રયાન માટે બોલિવૂડ બાદશાહ શાહરુખ ખાને પણ પોતાના અંદાજમાં નોખી રીતે આ મ્શનને શુભેચ્છા પાઠવી હતી ,કિંગ ખાને કાવ્ય પંકિત રજુકરી હતી.

ત્યારે અભિનેતા વિવેક ઓબેરોયે પમ પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને બીજી વાર ઈતિહાસ રચ્યો એમ કહી આ મિશનને છુભેચ્છાઓથી વધાવ્યું હતું.

ડાયરેકટર મધુર ભંડારકરએ ટ્વીટ કરી કે, ટીમની શાનદાર સફળતા માટે ઇસરોને શુભેચ્છા, ગર્વ છે દેશ પર.

અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું  કે, હુ સેલ્યુટ કરુ છુ

અભિનેત્રી રવિના ટંડનએ ટ્વીટ કરી હતી કે, આપણો પ્રેમ ચંદ્ર સાથે કાયમ રહેશે.

RELATED ARTICLES

Most Popular