દિલ્હી: દિલ્હીમાં પોલીસે નશીલા પદાર્થોના એક મોટો જથ્થાને જપ્ત કર્યો છે. દિલ્હી પોલીસે લગભગ 150 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. તેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. જપ્ત કરવામાં આવેલું હેરોઈન અફઘાનિસ્તાનનું હોવાનું પણ જણાવાય રહ્યું છે. તેની સાથે જ પોલીસે હેરોઈન બનાવનારી પુનર્રચના અને પ્રસંસ્કરણ યુનિટનો પણ ભંડાફોડ કર્યો છે.
પોલીસે બે અફઘાની રાસાયણિક વિશેષજ્ઞો સહીત પાંચ આરોપીઓને એરેસ્ટ કર્યા છે. હાલ પોલીસે એરેસ્ટ કરવામાં આવેલા લોકોની પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે ટોયોટા કેમરી, હોન્ડા સિવિક, કોરોલા એલ્ટિસ અને અન્ય લક્ઝરી વાહનોને પણ જપ્ત કર્યા છે.
2 જુલાઈએ પાકિસ્તાનની સાથેની વાઘા-અટારી બોર્ડર પર 500 કિલોગ્રામ હેરોઈન સાથે બે લોકો ઝડપાયા હતા. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે અંદાજીત કિંમત 2700 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. આ હેરોઈનને મીઠાના પેકેટમાં ભરીને લાવવામાં આવ્યું હતું.
30મી જૂને પાકિસ્તાનથી આવનારા નશીલા પદાર્થોનો સૌથી મોટો જથ્થો જપ્ત કરતા સીમા શુલ્ક વિભાગે 500 કિલોગ્રામથી વધારે હેરોઈનને જપ્ત કર્યું હતું. તેની કિંમત 2700 કરોડ રૂપિયા હતી. હેરોઈનની આ ખેપને અટારી ખાતેથી જપ્ત કરવામાં આવી હતી.