સરકારી બેંકોને 1.48 લાખ કરોડની ખોટ
સરકારી બેંકને અત્યાર સધીમાં કોરોડોનો ચુનો લાગ્યો
લોન ન ભરનારા લોકોના નામ જાહેર કરવામાં ન આવ્યા
દેશમાં કોઈ પણ એવી સરકારી બેંક નથી કે જેમાં ઓછામાં ઓછું 1 હજાર કરોડનો ફટકો ન પડ્યો હોય ,પીએનબી અને સ્ટેટ બેંકને તો અત્યાર સુધી 25 હજાર કરોડથી લઈને 46 હજાર કરોડ સુધીનો ચુનો લાગ્યો છે, સરકારી બેંકક્ષેત્રમાં 20 બેંકોના આશરે દોઢ લાખ કરોડ રુપિયા ડુબ્યા છે જેનું કારણે છે કે લોન લેનાર લોકોએ તેની ભરપાઈ કરી નથી ત્યારે બેંકોનું 63 લાખ કરોડથી વધુનું દેવું વહેંચી દેવાયું છે જ્યારે આ વાત પર લોકસભામાં ઉઠેલા એક સવાલ પર મોદી સરકારે આંકડાઓ જોહેર કર્યો હતા પરંતુ સરકારે બેંકને ચુનો લગાવનારાના નામ આપ્યા ન હતા
ઉલ્લેખનિય છે કે 15 જુલાઈના રોજ સંસદમાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતો કે સરકારી બેંકોમાં કેટલા રુપિયા દેવાદાર મારફતે ફસાયા છે, જેમાં એમં એ રુપિયાનો પણ સમાવેશ થાય છે જે લેણદારે જાણીજોઈને બેંકને ચુકવ્યા નથી, 500 કરોડ રુપિયાથી વધુની લોન લઈને ન ચુકવી હોય તેવા લોકોની યાદી પણ માંગવામાં આવી હતી ત્યારે રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકરે આ યાદી આપવાની સાફ ના પાડી દીધી હતી.
તેમણે આરબીઆઈના કાનુંનનો હવાલો આપતા કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ ,1934ના મુજબ આ પ્રકારની સુચનાને જોહેર કરવા પર પ્રતિબંધ છે ,બેકના દેવા વિષે માહિતી આપતા અનુરાગ ઠાકરે જણાવ્યું હતુ કે ભારતીય રિઝર્વ બેંકની 31 માર્ચ 2018ની ચુચના મુજબ સરકારી ક્ષેત્રમાં બેંકોનું દેવું 63,82,461 કરોડનું હતુ ત્યારે 31 માર્ચ 2019 સુધી 1 લાખ 49 હજાર 684 કરોડ રુપિયા એવા છે જે જાણીજોઈને લેણદારે ચુકવ્યા નથી.જેના કારણે બેંકક્ષેત્રમાં કરોડો રુપિયાના ચુનો લાગ્યો છે.