નવી દિલ્હી: યુપીએસસી ચાહે છે કે સરકાર સિવિલ સર્વિસની પરક્ષામાંથી ફરજિયાત એપ્ટીટ્યૂટ ટેસ્ટને હટાવી દે. તે ટેસ્ટ ઉમેદવારોની સમજ, સંચાર અને નિર્ણય લેવાના કૌશલનું પરીક્ષણ કરે છે.
યુપીએસસીના સૂત્રોનું કહેવું છ કે કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગની સાથે જૂનમાં શેયર કરવામાં આવેલા પોતાના વિઝન ડોક્યુટમેન્ટમાં યુપીએસસીએ સવિલ સર્વિસિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ –સીસેટને હટાવવા અને પરીક્ષામાંથી વ્યાપક ગેરહાજરી માટે એક પેનલ્ટી લાવવાનો પ્રસ્તાવ લાવ્યા છે.
સીસેટ અથવા પેપર-2 જેને 2011માં લાવવામાં આવ્યું હતું. તેના પરિણામ સ્વરૂપ કેટલાક પ્રતિસ્પર્ધીઓએ વ્યાપક વિરોધ કર્યો છે. તેમના પ્રમાણે, આ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન પૃષ્ઠભૂમિવાળા લોકોને ફાયદો કરે છે.
સિવિલ સર્વિસિસ પરીક્ષાનું પેપર-1 કરન્ટ અફેર્સ, ઈતિહાસ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ વગેરે જેવા મુદ્દાઓ પર ઉમેદવારોનું પરીક્ષણ કરે છે. બીજા પેપરમાં સીસેટ, અભિરુચિ, નિર્ણય લેવો, તર્ક, મૂળ ગણિત જેવા ક્ષેત્રોમાં પરીક્ષણ કરીને પરીક્ષાર્થીનું મૂલ્યાંકન કરવાની કોશિશ કરે છે.
જો કે સીસેટથી ઉમેદવારોના નુકસાનમાં હોવાને કારણે મોટા પ્રમાણમાં વિરોધનો સામનો કરવો પડયો છે, તેના કારણે સરકારે 2015ની પરીક્ષામાં આ હિસ્સાને માત્ર ક્વાલિફાઈંગ બનાવવાનો નિર્ણય કર્યો. હવે માત્ર પહેલા પેપરના આધારે અંકનો ઉપયોગ બીજા તબક્કામાં ઉમેદવારોની પસંદગી માટે કરવામાં આવે છે. જો કે આ પેપરમાં 33 ટકા સ્કોર કરવો અનિવાર્ય છે.
2011 અને 2015 વચ્ચે સીસેટમાં સામેલ થનારા ઉમેદવારો અત્યારે પણ વિરોધ કરી રહ્યા છે. તેઓ માને છે કે તેમને નુકસાન ઉઠાવવું પડયું હતું.
એક અધિકારીએ નામ નહીં જણાવવાની શરતે કહ્યુ છે કે યુપીએસસીનો વિચાર છે કે જે વિદ્યાર્થી પહેલા પેપરમાં સારું પ્રદર્શન કરે છે, તે બીજા પેપરમાં પણ સારું પ્રદર્શન કરે છે. ઉમેદવાર આ પરીક્ષાની તૈયારીમાં સમય બરબાદ કરી રહ્યા છે અને તે વાસ્તવમાં એક ઉદેશ્યની પૂર્તિ કરતું નથી.
જો કે એક યુવાન આઈપીએસ અધિકારીએ નામોલ્લેખ નહીં કરવાની શરતે કહ્યુ છે કે સીસેટ સમસ્યા-સમાધાન, નિર્ણય ક્ષમતા, નેતૃત્વ જેવા કૌશલના મૂલ્યાંકન કરવા માટે મહત્વપૂર્ણ છે. જે એક સફળ સિવિલ સર્વન્ટ થવા માટે મહત્વપૂર્ણ છે. અધિકારીએ કહ્યુ છે કે આની સમસ્યાઓ છે, પરંતુ તે તમારી કેટલીક બાબતો પર ચકાસણી કરે છે, જે નિયમિત પરીક્ષમાં થતું નથી.
આ સિવાય યુપીએસસીના અધિકારીએ કહ્યુ છે કે પંચે એમ પણ પ્રસ્તાવિત કર્યું છે કે સરકાર એ સુનિશ્ચિત કરે કે સિવિલ સર્વિસ પરીક્ષામાં થઈ રહેલી વ્યાપક ગેરહાજરી માટે કોઈ કાર્યવાહી થાય.
વર્ષના પ્રારંભમાં ધ પ્રિન્ટે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે યુપીએસસી ચાહે છે કે સિવિલ સેવાની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓની કોઈપણ પ્રકારની એપ્લિકેશનને એક અટેમ્પ્ટ માનવામાં આવે અને આ પ્રસ્તાવ સરકારને ફરીથી મોકલી દેવામાં આવ્યો છે.
યુપીએસસીએ માન્યું છે કે પરીક્ષાર્થીઓની ગેરહાજરી પર ગાળિયો કસવાથી તેમના સંસાધનો પર દબાણ ઓછું થશે, કારણ કે દર વર્ષે લગભગ 10 લાખ ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષા માટે અરજી કરે છે. પરંતુ તેમાથી માત્ર અડધા જ વાસ્તવમાં પરીક્ષામાં બેસે છે.