વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઘનિષ્ઠતાની ઘણી વાતો ચર્ચામાં રહે છે. પરંતુ બંને દેશના ટોચના નેતાઓની પ્રગાઢ મિત્રતાની કહાનીને દર્શાવતો એક વીડિયો જાપાનમાં જી-20 સમિટના આયોજન વખતનો સામે આવ્યો છે. આ વીડિયોને જોનારા કહી રહ્યા છે કે ખરેખર મોદી અને ટ્રમ્પ બે દેશોના ટોચના નેતાઓ પહેલા એકબીજાના મિત્ર છે.
આ વીડિયો જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલનને શરૂ થવાના પહેલાનો છે. સમારંભના શરૂ થતા પહેલા કોન્ફરન્સ રૂમમાં તમામ દેશોના નેતાઓ હાજર હતા. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પાસે આવ્યા અને વાતચીત કરી હતી.
જી-20 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી. આ મુલાકાત દ્વિપક્ષીય બેઠક, જાપાન-અમેરિકા-ભારતની ત્રિપક્ષીય બેઠક અને જી-20 કોન્ફરન્સ દરમિયાન થઈ હતી. દ્વિપક્ષીય બેઠકમાં ટ્રમ્પે પીએમ મોદીને ચૂંટણીમાં જીતવા બદલ અભિનંદન આપ્યા અને મોદીએ પણ બંને દેશો વચ્ચેના ચાર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.