ભોપાલ: મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય દ્વારા ઈન્દૌર નગરનિગમના અધિકારીની બેટથી પિટાઈ બાદ હવે વધુ એક ભાજપના ધારાસભ્યનો અધિકારીઓને ધમકાવતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વિદિશાના ભાજપના ધારાસભ્ય લીના જૈનનો છે.
લીના જૈને અધિકારીને ક્હ્યું છે કે તમે ગ્યાસપુરમાં નોકરી નહીં કરી શકો. ધારાસભ્ય પ્રોટોકોલનું પાલન નહીં કરવાને કારણે નારાજ હતા. તેમણે અધિકારીઓને ક્હ્યું હતું કે તમે મારા અધિકારોનું હનન કરી રહ્યા છો.
આ પહેલા ઈન્દૌર નગરનિગમના અધિકારીને બેટથી મારવાના મામલામાં આકાશ વિજયવર્ગીયને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ- 353, 294, 323 506, 147, 148 હેઠળ મામલા નોંધાયા છે.
આકાશ વિજયવર્ગીય ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના પુત્ર છે. આ મામલાને લઈને આકાશ વિજયવર્ગીયે કહ્યુ હતુ કે તેઓ આવા પ્રકારના ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીને સમાપ્ત કરશે. તેમણે ક્હ્યુ હતુ કે આવેદન, નિવેદન અને પછી દનાદન હેઠળ અમે હવે કાર્યવાહી કરીશું.