
પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ફરીથી લાગ્યો આંચકો, એક ધારાસભ્ય- 12 કોર્પોરેટરો જોડાયા ભાજપમાં
નવી દિલ્હી: પ. બંગાળના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સત્તાધારી ટીએમસીને મોટો આંચકો લાગ્યો છે.

ટીએમસીના વધુ એક ધારાસભ્ય ભાજપમા જોડાયા છે. મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં ટીએમસીના ધારાસભ્ય વિશ્વજીત દાસ અને 12 કોર્પોરેટરોને ભાજપના કૈલાસ વિજયવર્ગીય અને મુકુલ રોયે પાર્ટીમાં સામેલ કરાવ્યા છે.
Delhi: TMC Bongaon MLA Biswajit Das, 12 TMC councillors and Congress spokesperson Prasanjeet Ghosh join BJP in presence of BJP leaders Kailash Vijayvargiya and Mukul Roy. pic.twitter.com/BOSQ94b0Le
— ANI (@ANI) June 18, 2019
ટીએમસીના આ નેતાઓ સિવાય કોંગ્રેસના પ્રવક્તા પ્રસનજીત ઘોષ પણ મંગળવારે ભાજપમાં સામેલ થયા છે. આ પહેલા સોમવારે ટીએમસીના નોઆપાડાના ધારાસભ્ય સુનિલ સિંહ અને પાર્ટના 15 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. સુનિલસિંહ સાંસદ અર્જુનસિંહના સગાં છે. અર્જુનસિંહ લોકસભા ચૂંટણી પહેલા ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા હતા. તેઓ લોકસભા ચૂંટણીમાં બેરકપુરથી જીત્યા છે.