સિંગર હાર્ડ કૌર સોશયલ મીડિયામાં પોતાની વિવાદીત પોસ્ટ્સથી ખૂબ ટ્રોલ થઈ રહી છે. તેણે પોતાના વેરિફાઈડ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પછી એક ઘણી એવી પોસ્ટ કરી છે કે જેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હાર્ડ કૌરે પહેલા પણ અલગ-અલગ સેલિબ્રિટીઝ, રાજનેતાઓને લઈને આ પોસ્ટ લખી છે. પરંતુ આ વખતે યોગી આદિત્યનાથ અને મોહન ભાગવત પર કરવામાં આવેલી તેની ટીપ્પણીઓને લઈને તેને સોશયલ મીડિયામાં ભરપૂર ઠપકા મળી રહ્યા છે.
સિંગર હાર્ડ કૌરે મોહન ભાગવતને જાતિવાદી ગણાવીને તેણે દેશમાં થયેલી મોટી આતંકવાદી ઘટનાઓ માટે પણ તેમને અને તેમના સંગઠન આરએસએસને જવાબદાર ઠેરવ્યા છે. સિંગર હાર્ડ કૌર પ્રમાણે, ચાહે તે 26-11નો મુંબઈ હુમલો હોય કે પુલવામામાં સીઆરપીએફના કાફલા પરનો એટેક,હાર્ડ કૌરે હુ કિલ્ડ કરકરે નામની વિવાદીત પુસ્તકના ફ્રંટ પેઈજની તસવીર પણ પોસ્ટ કરી છે. આ પુસ્તકને એસ. એમ. મુશરિફે લખ્યું છે. મહત્વપૂર્ણ છે કે એન્ટિ ટેરરીસ્ટ સ્ક્વોર્ડના ચીફ હેમંત કરકરેનું 2008માં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા મુંબઈમાં કરવામાં આવેલા હુમલામાં મોત નીપજ્યું હતું.
હાર્ડ કૌરે ગૌરી લંકેશ મર્ડર કેસ બાબતે પણ ટીપ્પણી કરી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ગાળો લખી છે. લોકો તેની પોસ્ટ્સ અને તેની ભાષા પરસવાલ ઉભા કરી રહ્યા છે. સિંગરે માત્ર પોતાની પોસ્ટમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો નથી, પરંતુ જે લોકોએ પોસ્ટ પર કોમેન્ટ કરી છે, તેમને પણ જવાબમાં હાર્ડ કૌર તરફથી ગાળો લખવામાં આવી છે. જ્યાં મોટાભાગના લોકો હાર્ડ કૌરને વખોડી રહ્યા છે, ત્યારે મુઠ્ઠીભર લોકો તેના સ્ટેન્ડના વખાણ કરતા પણ જોવા મળ્યા છે.