1. Home
  2. revoinews
  3. નીતિ પંચની બેઠકમાં બન્યો ન્યૂ ઈન્ડિયાનો રૉડમેપ, 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનું લક્ષ્ય
નીતિ પંચની બેઠકમાં બન્યો ન્યૂ ઈન્ડિયાનો રૉડમેપ, 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનું લક્ષ્ય

નીતિ પંચની બેઠકમાં બન્યો ન્યૂ ઈન્ડિયાનો રૉડમેપ, 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનું લક્ષ્ય

0
Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ પંચની બેઠક શરૂ થઈ છે. નીતિ પંચની પાંચમી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતી ઈકોનોમીને 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. તેમણે કહ્યુ છે કે આ પડકારજનક છે. પરંતુ તેને પ્રાપ્ત કરી શકાય છે. પીએમ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ મંત્રને પુરો કરવામાં નીતિપંચની મહત્વની ભૂમિકા હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે આવક અને રોજગાર વધારવા માટે નિકાસ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. રાજ્યના નિકાસના પ્રોત્સાહન પર ધ્યાન આપવું જોઈએ.

નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની પ્રારંભિક બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ 2024 સુધીમાં દેશની અર્થ વ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર એટલે કે 349400000 કરોડ રૂપિયાની કરવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે.

પીએમ મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનોને સંબોધિત કરતા કહ્યુ છે કે આ લક્ષ્ય પડકારજનક ભલે છે, પરંતુ તેને રાજ્ય સરકારોની મહેનતથી પ્રાપ્ત કરી શકાય છે. પીએમ મોદીએ કહ્યુ છે કે રાજ્યોને પોતાની આર્થિક ક્ષમતા ઓળખવી પડશે અને જીડીપી ટાર્ગેટ વધારવા પર ભાર મૂકવો પડશે. તેમણે કહ્યુ છે કે આના માટે જિલ્લા સ્તરના કામની જરૂરત છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ મંત્રને લાગુ કરવામાં નીતિ પંચે મહત્વની ભૂમિકા અદા કરવાની છે. આવક અને રોજગાર વધારવાના સાધનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ છે કે નિકાસ ક્ષેત્ર નોકરીઓ આપવા અને કમાણી વધારવા માટે મહત્વનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે હવે આપણે ગવર્નન્સ સિસ્ટમ તરફ જઈ રહ્યા છીએ, જેની વિશેષતા પરફોર્મન્સ, ટ્રાન્સપરન્સી અને ડિલીવરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે યોજનાઓને જમીન પર યોગ્ય રીતે ઉતારવી જરૂરી છે. તેમણે કહ્યુ છે કે ગવર્નિંગ કાઉન્સિલના સદસ્યોને અપીલ કરવામાં આવે છે કે તેઓ એક એવી સરકારી વ્યવસ્થા તૈયાર કરે, જે કામ કરતી હોય અને જેને લોકોનો વિશ્વાસ પણ પ્રાપ્ત હોય.

પીએમ મોદીએ કહ્યુ છે કે આ વખતે રચવામાં આવેલા જળશક્તિ મમંત્રાલય પાણીના યોગ્ય ઉપયોગના વ્યાપક દ્રષ્ટિકોણ વિકસિત કરશે. તેમણે રજ્યોને અપીલ કરી છે કે તેઓ પણ જળ સંરક્ષણ અને જળ પ્રબંધન સાથે જોડાયેલી ઘણી કોશિશોને એક પ્લેટફોર્મ પર લાવી શકે છે. મોદીએ ક્હ્યુ છે કે ઉપલબ્ધ પાણીનું સંરક્ષણ બેહદ જરૂરી છે. તેમણે કહ્યુ છે કે સરકારનું લક્ષ્ય છે કે 2024 સુધીમાં દરેક ગ્રામીણ આવાસ સુધી પાઈપથી પાણી પહોંચાડવામાં આવે.

નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે નક્સલ હિંસાની વિરુદ્ધ જંગ નિર્ણાયક પડાવ પર પહોંચી ગયો છે. તેમણે કહ્યુ છે કે હિંસાનો જવાબ કડકાઈથી આપવામાં આવશે. જે રાજ્યોએ આયુષ્માન ભારત યોજનાને અત્યાર સુધી લાગુ કરી નથી, તેમને મોદીએ અફીલ કરી છે કે તેઓ આ યોજનાને ઝડપથી લાગુ કરીને કેન્દ્ર સરકારની સાથે આવે. તેમણે કહ્યુ છે કે આરોગ્ય અને જનકલ્યાણ દરેક નિર્ણયના કેન્દ્રબિંદુ હોવા જોઈએ.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code