આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલી પાકિસ્તાનની સેનાએ પોતાના ખર્ચાઓમાં ઘટાડાની ઘોષણા કરી છે. પાકિસ્તાનની સેનાએ આગામી નાણાંકીય વર્ષ માટે પોતાના સંરક્ષણ બજેટમાં લાચારીવશ ઘટાડો કરવો પડયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સેનાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ઈમરાન ખાને ટ્વિટ કર્યું છે કે ઘણા સુરક્ષા પડકારો છતાં આર્થિક સંકટની ઘડીમાં સેના તરફથી પોતાના ખર્ચમાં ઘટાડાના કરાયેલા નિર્ણયનું સ્વાગત કરું છું. અમે આ બચાવવામાં આવેલા રૂપિયાને બલુચિસ્તાન અન કબાયલી વિસ્તારોમાં વાપરીશં.
પાકિસ્તાની સેનાએ પોતાના બજેટમાં ઘટાડાના નિર્ણય મામલે વડાપ્રધાન ઈમરાન ખાનને ટ્વિટ કરીને જાણકારી આપી છે.
બાદમાં પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે એક વર્ષ માટે સેનાના ડિફેન્સ બજેટમાં ઘટાડાથી દેશની સુરક્ષા પર કોઈ અસર થશે નહીં. અમે દરેક ખતરાનો અસરદાર રીતે જવાબ આપીશું. ત્રણેય સર્વિસ આ ઘટાડાથી થનારી અસરને સંભાળવાનું કામ કરશે. બલુચિસ્તાન અને ટ્રાઈબલ વિસ્તારોની બહેતરી માટે આ એક જરૂરી પગલું હતું.
પાકિસ્તાન ટ્રિબ્યૂન અખબારે નાણાં મંત્રાલયના સૂત્રોને ટાંકીને કહ્યુ છે કે આગામી નાણાંકીય વર્ષનું અનુમાનિત સંરક્ષણ બજેટ 1.270 ટ્રિલિયન રૂપિયા છે, જે સમાપ્ત થનારા નાણાંકીય વર્ષના સંરક્ષણ બજેટથી 170 અબજ રૂપિયા વધારે છે.
આ બજેટમાં ભૂતપૂર્વ સૈનિકોના પેન્શન, રણનીતિક ખર્ચ અને સ્પેશયલ સૈન્ય પેકેજમાં થનારો ખર્ચો પણ સામેલ છે.
પાકિસ્તાની સેનાએ પોતાના ખર્ચામાં આપમેળે કરેલા ઘટાડાની સોશયલ મીડિયામાં પ્રશંસા થવા લાગી છે.
ડૉ. આયેશા નામના યૂઝરે લખ્યું છે કે પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર થઈ રહ્યુ છે, જ્યારે સેના પોતાના બજેટમાં આપમેળે ઘટાડો કરી રહી છે. સેના તમે ખરેખર સમ્માનને કાબિલ છો.
જુબૈર નામના યૂઝરે લખ્યુ છે કે આ એખ વખાણવાલાયક પગલું છે. આશા છે કે ફંડ ઉપલબ્ધ કરાવતા પારદર્શકતા દાખવવામાં આવશે.
હવે સેનાએ ભલે સંરક્ષણ બજેટમાં ઘટાડાની વાત કરી છે, પરંતુ ફેબ્રુઆરીમાં પાકિસ્તાની સરકારે આ નિર્ણય કર્યો હતો કે દેશના સંરક્ષણ બજેટમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં.
તે વખતે ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
ત્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હતી. જો કે ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી બાદ બંને દેશો વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થવા લાગી હતી.
ત્યારે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યુ હતુ કે અન્યોના મુકાબલે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ પહેલા જ ઓછું છે. તેવામાં તેને વધારવાની જરૂરત છે, ઘટાડવાની નહીં. આપણે આપણા સુરક્ષાતંત્રને મજબૂત કરવા માટે ડિફેન્સ બજેટ વધારવાની જરૂરત છે. પરંતુ તેના માટે મહેસૂલ વધારવી પડશે.
ગત મહીને જ પાકિસ્તાની સરકારે કહ્યું હતું કે સેના અને સિવિલ સંસ્થાઓ 2019-20ના બજેટ માટે પોતાનું યોગદાન આપશે.
પાકિસ્તાનના નાણાંકીય સલાહકાર ડૉ. હફીઝ શેખે કહ્યુ હતુ કે આગામી બજેટ પડકારજનક રહેવાનું છે. અમે સરકારનો ખર્ચ બેહદ ઓછો કરવાની કોશિશ કરીશું.
સ્કોટહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈસ્ટીટ્યૂટના અહેવાલ મુજબ, 2018માં પાકિસ્તાનનો કુલ સૈન્ય ખર્ચ 11.4 અબજ ડોલર રહ્યો હતો.
આ ખર્ચ પાકિસ્તાનની કુલ જીડીપીના ચાર ટકા જેટલો છે.
2018માં ભારતનો સૈન્ય ખર્ચ લગભઘ 66.5 અબજ ડોલર રહ્યો હતો. આ મામલામાં 69 અબજ ડોલર સાથે અમેરિકા પહેલા ક્રમાંકે છે.
કેટલાક દિવસ પહેલા જ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાંથી છ અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું હતું. 1980 બાદ પાકિસ્તાન માટે આઈએમએફનું આ 13મું બેલઆઉટ પેકેજ છે.
આ કર્જ પાકિસ્તાનને ત્રણ વર્ષોની અંદર મળશે. જો કે આ સમજૂતી પર હજી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મ્હોર લાગી નથી.
પાકિસ્તાન અને આઈએમએફની વચ્ચે બેલઆઉટ પર ઓક્ટોબર-2018થી જ વાત ચાલી રહી હતી.
આઈએમએફની વેબસાઈટ પ્રમાણે, પાકિસ્તાન પર પહેલાના બેલઆઉટથી જ 5.8 અબજ ડોલરનું કર્જ છે.
2018ના બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન પર 91.8 અબજ ડોલરનું વિદેશી કર્જ છે. છ વર્ષ પહેલા જ્યારે નવાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન પદે શપથ લીધી હતી, ત્યારથી 50 ટકાનો વધારો થયો છે.
પાકિસ્તાન પર કર્જ અને તેની જીડીપીનો અનુપાત 70 ટકા સુધી પહોંચ્યો છે. ઘણાં વિશ્લેષકોનું કહેવું છે કે ચીનું બે તૃતિયાંશ કર્જ સાત ટકાના ઉછ્ચ વ્યાજ દર પર છે.
પાકિસ્તાનની ઈકોનોમીની સૌથી જટિલ સમસ્યા છે કે કોઈ વિદેશી રોકાણ આવી રહ્યું નથી. પાકિસ્તાનમાં નાણાંકીય વર્ષ 2018માં માત્ર 2.67 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. જ્યારે ચાલુ નાણાંકીય ખાદ્ય 18 અબજ ડોલરની રહી હતી.
આઈએમએફનું કહેવું છે કે આગામી નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 14 ટકા સુધી પહોંચી શકે છે. આઈએમએફ પાસેથી કર્જ લીધા બાદ ઈમરાનખાનની સરકાર માટે લોકલોભામણા વાયદા કરવાથી પીછેહઠ કરવી પડશે.
સમસ્યા એ છે કે સતત ઘટી રહેલું વિદેશી હુંડિયામણ પાકિસ્તાનને વિકલ્પહીન બનાવે છે.
ચૂંટણી અભિયાન દરમિયાન ઈમરાન ખાને કહ્યુ હતુ કે તેઓ આત્મહત્યા કરવાનું પસંદ કરશે. પરંતુ દુનિયાના કોઈપણ દેશની પાસે નાણાં માંગવા માટે જશે નહીં.
ઈમરાન ખાન જ્યારે પહેલા વિદેશ પ્રવાસે સાઉદી અરેબિયા પહોંચ્યા, તો ત્યાં તેમણે આર્થિક મદદ જ માંગી હતી. ગત મહીને જ સરકારે કહ્યુ હતુ કે ગત પાંચ વર્ષોમાં પાકિસ્તાન પર કર્જ 60 અબજ ડોલરથી વધીને 95 અબજ ડોલર થયું છે. પાકિસ્તાન પર કર્જ અને તેની જીડીપનો અનુપાત 70 ટકા સુધી પહોંચી ગયો છે.
ધ સેન્ટર ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટના રિપોર્ટ પ્રમાણે, ચીનના કર્જનો સૌથી વધુ ખતરો પાકિસ્તાન પર છે. ચીનની પાકિસ્તાનમાં હાલ 62 અબજ ડોલરની યોજનાઓ છે. ચીનની આમા 80 ટકા ભાગીદારી છે.
ચીને પાકિસ્તાનના ઉચ્ચ વ્યાજદર પર કર્જ લીધું છે. આનાથી ડરને વધુ બળ મળે છે કે પાકિસ્તાન આગામી સમયમાં ચીનના દેવાના ડુંગર નીચે વધુ દબાશે.