નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત નવી શિક્ષણ નીતિ પર વિવાદ સાથે થઈ છે. શિક્ષણ નીતિના ડ્રાફ્ટમાં દક્ષિણ રાજ્યોમાં ત્રણેય ભાષા ફોર્મ્યુલા લાગુ કરવામાં હિંદીને ફરજિયાત કરવા પર બબાલ સર્જાઈ હતી. હવે સરકારે આમા ફેરફાર કર્યો છે, હવે સરકાર તરફથી ડ્રાફ્ટ શિક્ષણ નીતિમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. તેના પ્રમાણે હવે હિંદીના ફરજિયાત હોવાની શરતને દૂર કરવામાં આવી છે.

સોમવારે સવારે ભારત સરકારે પોતાની શિક્ષણ નીતિના ડ્રાફ્ટમાં પરિવર્તન કર્યું છે. પહેલા ત્રણ ભાષાના ફોર્મ્યુલામાં પોતાની મૂળ ભાષા, સ્કૂલી ભાષા સિવાય ત્રીજી ભાષા તરીકે હિંદીને અનિવાર્ય કરવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ સોમવારે જે નવો ડ્રાફ્ટ આવ્યો છે, તેમાં ફ્લેક્સિબલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.



એટલે કે હવે સ્કૂલી ભાષા અને માતૃભાષા સિવાયની જે ત્રીજી ભાષાની પસંદગી થશે, તે સ્ટૂડન્ટ પોતાની મરજી પ્રમાણે કરી શકશે. એટલે કે કોઈપણ ત્રીજી ભાષા કોઈના પર થોપી શકાશે નહીં. તેમાં વિદ્યાર્થી પોતાના સ્કૂલ, ટીચરની સહાયતા લઈ શકે છે. એટલે કે સ્કૂલ તરફથી જે ભાષામાં આસાનીથી મદદ કરી શકાય છે, સ્ટૂડન્ટ્સ તે ભાષા સંદર્ભે આગળ વધી શકે છે.
શિક્ષણ નીતિથી પહેલા આવેલી કસ્તૂરીરંગન સમિતિએ પોતાના રિપોર્ટમાં સરકારને અપીલ કરી છે કે રાજ્યોને હિંદીભાષી, બિનહિંદીભાષી તરીકે જોવા જોઈએ. અપીલ કરવામાં આવી છે કે બિનહિંદીભાષી રાજ્યોમં પ્રાદેશિક અને અંગ્રેજી ભાષા સિવાય ત્રીજી ભાષા હિંદી લાવવામાં આવે અને તેને ફરજિયાત કરી દેવામાં આવે.
ભાષાનો આ વિવાદ સંપૂર્ણપણે રાજકીય થઈ ગયો છે. દક્ષિણ ભારતની રાજકીય પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર હિંદી થોપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે સરકારે સ્પષ્ટીકરણ આપ્યું છે કે હાલ આ માત્ર ડ્રાફ્ટ છે, આખરી નીતિ નથી. સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે કોઈપણ પર ભાષા થોપી શકાશે નહીં, દરેકની સાથે વાત કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
આ બબાલ માત્ર રાજકીય નથી, તેના ઉપર હવે સોશયલ મીડિયા પર પણ કેમ્પેન ચલાવવાનું શરૂ થઈ ગયું છે. રવિવારે પણ હિંદી ભાષાને થોપવાની વિરુદ્ધ ટ્રેન્ડ થયું, તે આ જે ફરીથી #HindiIsNotTheNationalLanguage ટ્રેન્ડ કરી રહ્યું છે.
