વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં મજબૂત સરકારની રચનાથી દેશનું શેરબજાર ઘણું ઉત્સાહિત દેખાયું છે. શુક્રવારે કારોબારીની શરૂઆતમાં જ સેન્સેક્સ 40 હજારના સ્તરને પાર કરી ગયું હતું. તો નિફ્ટી પણ 12 હજારના સ્તરને પાર કરી ગયું હતું. કારોબારના આખરમાં વેચવાલીનો તબક્કો રહ્યો જેના કારણે શેરબજાર લાલનિશાન પર બંધ થયું. સેન્સેક્સ 117 અંકના ઘટાડા સાથે 39174ના સ્તરે અને નિફ્ટી 23 અંક ઘટીને 11922ના સ્તર પર બંધ થયો.
સવારે સેન્સેક્સ 169 અંકોના વધારા સાથે 40000.77ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. તો નિફ્ટી 59 અંકની તેજી સાથે 12005ના સ્તર પર કારોબાર કરતો દેખાયો હતો. નિફ્ટી પર રિયલ્ટીને છોડીને તમામ મુખ્ય 10 ઈન્ડેક્સમાં લીલા નિશાન પર કારોબાર થઈ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ કોલ ઈન્ડિયા અને ટીસીએસમાં બે ટકાની આસપાસની તેજી હતી. તો યસ બેંક, ટાટા મોટર્સ અને એનટીપીસીમાં એક ટકાની આસપાસ ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સના 30માથી 26 શેરોમાં તેજી હતી.
ગુરુવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બીજા કાર્યકાળ માટે શપથગ્રહણ પહેલા ગુરુવારે શેરબજાર જબરદસ્ત તેજી સાથે બંધ થયુ હતું. બીએસઈનો સેન્સેક્સ 330 અંકોના વધારા સાથે 39831ના સ્તરે બંધ થયો અને નિફ્ટી 85 અંકના વધારા સાથે 11495.90ના સ્તરે બંધ થયો હતો.
ગુરુવારે સવારે પણ શેરબજાર મજબૂતી સાથે ખુલ્યું. સેન્સેક્સ સવારે 78.23 અંકોની મજબૂતી સાથે 39580.28 પર જ્યારે નિફ્ટી 4.2 અંકોના વધારા સાથે 11865.30 પર ખુલ્યો હતો.