LIVE મોદી સરકાર બીજી વાર: નરેન્દ્ર મોદીએ પીએમ પદે શપથગ્રહણ કર્યા, રાજનાથ બાદ અમિત શાહે લીધા શપથ
મૈં નરેન્દ્ર દામોદરદાસ મોદી…. શબ્દો ભારત અને દુનિયાએ બીજી વખત સાંભળ્યા. નરેન્દ્ર મોદીએ બીજી વખત પદ અને ગુપ્તતાના શપથગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને વડાપ્રધાન પદે શપથ લેવડાવ્યા છે.
દીકરા નરેન્દ્રને બીજી વખત પીએમ પદે શપથગ્રહણ કરતા જોઈને માતા હીરાબા ગદગદિત થયા
રાજનાથસિંહે પીએમ મોદી બાદ કેબિનેટ પ્રધાન પદે પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા છે
રાજનાથસિંહ બાદ અમિત શાહે ત્રીજા ક્રમાંકે મોદી સરકારની બીજી ટર્મના કેબિનેટમાં પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા છે.
અમિત શાહ બાદ નીતિન ગડકરીએ ચોથા ક્રમાંકે મોદી સરકારની કેબિનેટમાં શપથગ્રહણ કર્યા છે
ગડકરી બાદ સદાનંદ ગૌડાએ પાંચમા ક્રમાંકે મોદી કેબિનેટમાં પદ અને ગોપનીયતાના શપથગ્રહણ કર્યા છે
સદાનંદ ગૌડા બાદ છઠ્ઠા ક્રમાંકે નિર્મલા સીતારમણે કેબિનેટ પ્રધાન તરીકે પદ અને ગોપનીયતાના શપથગ્રહણ કર્યા છે
નિર્મલા સીતારમણ બાદ સાતમા ક્રમાંકે એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાને પણ કેબિનેટ પ્રધાન તરીકે સત્યનિષ્ઠાથી પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે.
પાસવાન બાદ નરેન્દ્રસિંહ તોમરે આઠમા ક્રમાંકે કેબિનેટ પ્રધાન તરીકે પદ અને ગોપનીયતાના શપથગ્રહણ કર્યા છે.
તોમર બાદ રવિશંકર પ્રસાદે નવમા ક્રમે કેબિનેટ પ્રધાન તરીકે પદ અને ગોપનીયતાના શપથગ્રહણ કર્યા છે.
અકાલીદળના સાંસદ હરસિમરત કૌરે રવિશંંકર પ્રસાદ બાદ દસમા ક્રમે પ્રધાન પદ અને ગુપ્તતાના શપથ લીધા છે.
થાવરચંદ ગહલોતે હરસિમરત કૌર બાદ અગિયારમા ક્રમે પ્રધાન પદ અને ગુપ્તતાના શપથ લીધા છે
થાવરચંદ બાદ બારમા ક્રમાંકે ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરે મોદીના પ્રધાનમંડળમાં પદ અને ગોપનીયતાના શપથ લીધા છે.
એસ. જયશંકર બાદ 13મા ક્રમે ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે પ્રધાનમંડળમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા છે.
નિશંક બાદ 14મા ક્રમે અર્જુન મુંડાએ પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા
અર્જુન મુંડા બાદ સ્મૃતિ ઈરાનીએ 15મા ક્રમાંકે પ્રધાન પદે શપથ લીધા
ડૉ. હર્ષવર્ધને 16મા ક્રમાંકે પ્રધાન પદે શપથગ્રહણ કર્યા
17મા ક્રમાંકે પ્રકાશ જાવડેકરે પ્રધાન પદે સોગંદ લીધા
18મા ક્રમાંકે પિયૂષ ગોયલે પ્રધાન પદે શપથગ્રહણ કર્યા
19મા ક્રમાંકે ધર્મેન્દ્ર પ્રધાને શપથ લીધા
20મા ક્રમાંકે મુખ્તાર અબ્બાસ નક્વીએ પ્રધાન પદ અને ગુપ્તતાના શપથગ્રહણ કર્યા છે
21મા ક્રમાંકે પ્રહલાદ જોશીએ પણ શપથગ્રહણ કર્યા
22મા ક્રમાંકે મહેન્દ્રનાથ પાંડેએ શપથ લીધા
23મા ક્રમાંકે શિવસેનાના અરવિંદ સાંવતે મોદી સરકારના પ્રધાનમંડળમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા
24મા ક્રમાંકે ગિરિરાજ સિંહે પ્રધાન પદે શપથ લીધા
25મા ક્રમાંકે ગજેન્દ્રસિંહ શેખાવતે શપથ ગ્રહણ કર્યા
26મા ક્રમાંકે સંતોષ ગંગવારે સોગંદ લીધા
27મા ક્રમાંકે રાવ ઈન્દ્રજીતસિંહે પ્રધાન પદે શપથ લીધા
28મા ક્રમાંકે શ્રીપદ નાઈકે શપથ લીધા
29મા ક્રમાંકે ડૉ. જિતેન્દ્રસિંહે સોગંદ લીધા
30મા ક્રમાંકે કિરણ રિજિજૂએ શપથ ગ્રહણ કર્યા
31મા ક્રમાંકે પ્રહલાદ પટેલે સોગંદ લીધા
32મા ક્રમાંકે આર. કે. સિંહે શપથ લીધા
33મા ક્રમાંકે હરદીપસિંહ પુરીએ શપથ લીધા
34મા ક્રમાંકે મનસુખ માંડવિયાએ શપથ લીધા
35મા ક્રમાંકે ફગ્ગનસિંહ કુલસ્તેએ શપથ લીધા
36મા ક્રમાંકે અશ્વિની ચૌબેએ લીધા શપથ
37મા ક્રમાંકે અર્જુનરામ મેઘવાલે સોગંદ લીધા
38મા ક્રમાંકે જનરલ (રિ.) વી. કે. સિંહે શપથ લીધા
39મા ક્રમાંકે કૃષ્ણપાલ ગુર્જરે શપથ લીધા
40મા ક્રમાંકે રાવસાહબ દાનવેએ શપથ લીધા
41મા ક્રમાંકે જી. કૃષ્ણરેડ્ડીએ શપથ લીધા
42મા ક્રમાંકે પુરુષોત્તમ રુપાલાએ શપથ લીધા
43મા ક્રમાંકે રામદાસ અઠાવલે શપથ લીધા
44મા ક્રમાંકે સાધ્વી નિરંજન જ્યોતિએ શપથ લીધા
45મા ક્રમાંકે બાબુલ સુપ્રિયોએ શપથ ગ્રહણ કર્યા
46મા ક્રમાંકે સંજીવ બાલિયાને શપથગ્રહણ કર્યા
47મા ક્રમાંકે સંજય ધોત્રેએ શપથ લીધા
48મા ક્રમાંકે અનુરાગ ઠાકુરે શપથગ્રહણ કર્યા
49મા ક્રમાંકે સુરેશ અંગાડીએ લીધા શપથ
50મા ક્રમાંકે નિત્યાનંદ રાયે શપથ લીધા
51મા ક્રમાંકે રતનલાલ કટારિયાએ શપથ લીધા
52મા ક્રમાંકે વી. મુરલીધરને લીધા શપથ
53મા ક્રમાંકે રેણુકાસિંહ સ્વરૂપાએ લીધા શપથ, છત્તીસગઢના સાંસદ- આદિવાસી મહિલા નેતા
54મા ક્રમાંકે સોમ પ્રકાશે લીધા શપથ- પંજાબના હોશિયારપુરથી સાંસદ, ભૂતપૂર્વ આઈએએસ
55મા ક્રમાંકે રામેશ્વર તૈલીએ લીધા શપથ
56મા ક્રમાંકે પ્રતાપચંદ સારંગીએ લીધા શપથ
57મા ક્રમાંકે કૈલાસ ચૌધરીએ શપથ લીધા
58મા ક્રમાંકે દેવોશ્રી ચૌધરીએ શપથ લીધા
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ રાષ્ટ્રપતિભવન પહોંચ્યા, લાલકૃષ્ણ અડવાણી પાસેની બેઠક પર બેઠાં ઉપરાષ્ટ્રપતિ
પીએમ મોદી બાદ રાજનાથ સિંહ બીજા ક્રમાંકે શપથગ્રહણ કરશે
ત્રીજા ક્રમાંકે ભાજપ અધ્યક્ષ અમિત શાહ મોદી કેબિનેટમાં સોગંદ ગ્રહણ કરશે
અમિત શાહ બાદ નીતિન ગડકરી ચોથા ક્રમાંકે શપથ લેશે
જેડીયુ એક પ્રધાન પદ મળવાથી નાખુશ, જેડીયુના વસિષ્ઠ નારાયણસિંહે વ્યક્ત કરી નારાજગી. જેડીયુ પ્રધાનમંડળમાં સામેલ નહીં થાય. જેડીયુ એનડીમાં રહેશે, પણ સરકારમાં સામેલ નહીં થાય.
રતન ટાટા, જગ્દી વાસુદેવ, મૂકેશ અંબાણી-નીતા અંબાણી પણ શપથવિધિ સમારંભમાં પહોંચ્યા
નિર્મલા સીતારમણ ફરીથી સંરક્ષણ પ્રધાન બને તેવી શક્યતા
કૈલાસ સત્યાર્થી પણ શપથવિધિ કાર્યક્રમમાં પહોંચ્યા
નીતિશ કુમારે કહ્યુ છે કે જેડીયુ સરકારનો હિસ્સો નહીં હોય. ભાજપના પ્રસ્તાવ પર ચર્ચા થઈ .
અપનાદળના અનુપ્રિયા પટેલને પ્રધાન પદ માટે ફોન આવ્યો નથી
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, અનુપ્રિયા પટેલ, નીતિશ કુમાર શપથવિધિ સમારંભમાં પહોંચ્યા
મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી પુત્રી પ્રતિભા અડવાણી સાથે શપથવિધિ સમારંભમાં પહોંચ્યા
આશા ભોંસલે, ગૌતમ અદાણી, એચ. ડી. કુમારસ્વામી, મુલાયમસિંહ યાદવ, મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા પણ શપથવિધિ સમારંભમાં પહોંચ્યા
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પણ શપથવિધિ સમારંભમાં પહોંચ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ શપથવિધિ સમારંભમાં પહોંચ્યા.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પત્ની અને પુત્ર આદિત્ય ઠાકરે સાથે શપથવિધિ સમારંભમાં પહોંચ્યા
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, ભાજપના નેતા સીપી ઠાકુર, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદને બેઠક વ્યવસ્થામાં સ્થાન આપવામાં આવ્યું છે.
સુષ્મા સ્વરાજ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, દર્શક દીર્ઘામાં બેઠાં, પ્રધાન પદે શપથ નહીં લે