યુએન: ભારતીય સેનાની ઈન્ફેન્ટ્રી સ્કૂલના કમાન્ડેન્ટ લેફ્ટિનેન્ટ જનરલ શૈલેશ તિનેકરને દક્ષિણ સૂડાનમાં યુએનએમઆઈએસએસના સંયુક્ત રાષ્ટ્ર મિશનના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બીજું સૌથી મોટું પીસ કીપિંગ મિશન છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે શુક્રવારે ઘોષણા કરતા કહ્યુ છે કે લેફ્ટિનેન્ટ જનરલ તિનેકર રવાન્ડાના લેફ્ટિનેન્ટ જનરલ ફ્રેન્ક કામાંજીના કાર્યકાળને આગળ વધારશે. કામાંજીનો કાર્યકાળ રવિવારે પૂર્ણ થઈ રહ્યો છે.
લેફ્ટિનેન્ટ જનરલ તિનેકર સંયુક્ત રાષ્ટ્ર મિશનના 16 હજાર શાંતિરક્ષક સૈનિકોની કમાન સંભાળશે. જેમાં 2400ના લગભગ સૈનિક ભારતીય છે. મિશન 2011માં બનાવવામાં આવ્યો હતો, જ્યારે દક્ષિણ સૂડાને સૂડાનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. મિશનમાં કામ કરતા 67 શાંતિ સૈનિકો શહીદ થઈ ચુક્યા છે.
દક્ષિણ સૂડાનની આઝાદી પહેલા સૂડાનમાં શાંતિ મિશનમાં કામ કરતી વખતે જ લેફ્ટિનેન્ટ જનરલ તિનેકરને આ ક્ષેત્રનો પાછલો અનુભવ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર અંગોલા સત્યાપન મિશન ત્રણમાં પણ કામ કર્યું છે. લેફ્ટિનેન્ટ જનરલ તિનેકરને તેમની પ્રતિષ્ટિત સેવાઓ માટે સેના પદક અને વિશિષ્ટ સેવા પદકથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતીય સૈન્ય એકેડેમીના 1983ના સ્નાતક લેફ્ટિનેન્ટ જનરલ તિનેકર મહૂમાં ઈન્ફેન્ટ્રી સ્કૂલના કાર્યભાર સંભાળવાથી પહેલા સેના મુખ્યમથકમાં અધિક સૈન્ય સંચાલન મહાનિદેશક રહી ચુક્યા છે. તેમણે એક ડિવિઝન,એક ભરતી પ્રશિક્ષણ કેન્દ્ર અને એક બ્રિગેડની પણ કમાન સંભાળી છે.