ઈસરોએ શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી બુધવારે સવારે PSLVC46ને લોન્ચ કર્યું. જ્યારે આ મિશનના લોન્ચિંગની ઉજવણી થઈ રહી હતી, ત્યારે એક એવા અહેવાલ સામે આવ્યા કે જેનાથી ખાસી હેરાની થવી સ્વાભાવિક હતી. અહીં આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક શંકાસ્પદ બોટ મળી છે. જેથી આ વિસ્તારમાં હડકંપની સ્થિતિ સર્જાઈ છે.
આ બોટનું રજિસ્ટ્રેશન શ્રીલંકાનું હોવાનું જણાવાય રહ્યું છે, તેને કારણે દરેક સાવધાન છે. મંગળવારે રાત્રે નેલ્લોર જિલ્લાના વિદાવલુર તટ પાસે આ બોટ દેખાય હતી. જેવી આ બોટ અહીં હાજર ગામના લોકોને દેખાય, કે તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટની તપાસ કરી હતી.
સ્થાનિક પોલીસે નિવેદન આપ્યું છેકે આ જે બોટ મળી છે, તે માછીમારોની છે. પરંતુ તેનું રજિસ્ટ્રેશન શ્રીલંકાનું છે. તેના કારણે ગ્રામજનોએ તેમને સૂચના આપી હતી. જો કે બોટ પર કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. મહત્વપૂર્ણ છે કે સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર દેશના સૌથી વધુ સુરક્ષિત વિસ્તારોમાંથી એક છે. તેવામાં અહીં આવા પ્રકારની કોઈ શંકાસ્પદ બોટનું મળવું ચિંતાનો વિષય છે.
તાજેતરમાં શ્રીલંકામાં જે થયું તેનાથી દરેક લોકો હેરાન છે અને કોઈપણ પ્રકારનો ખતરાની શક્યતાને ઉભી થતી જોવા માટે તૈયાર નથી. તેના કારણે જ્યારે બોટનું નામ શ્રીલંકા સાથે જોડાયું છે, તો તેને જોતા વહીવટી તંત્ર સાવધાન થઈ ચુક્યું છે. બુધવારે સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પર દરેકની નજર હતી, કારણ કે અહીંથી ઈસરોએ PSLVC46નું લોન્ચિંગ કર્યું હતું.
તો પીએસએલવી-સી-46એ સફળતાપૂર્વક આરઆઈસેટ-2બી રડાર પૃથ્વી અવલોકન સેટેલાઈટને 555 કિલોમીટરની ઊંચાઈવાળી લૉ અર્થ ઑર્બિટમાં સ્થાપિત કર્યો હતો. આ પીએસએલવી-સી-46ની 48મી ઉડાણ છે અને રીસેટ સેટેલાઈટ સીરિઝનો ચોથો સેટેલાઈટ પ્રક્ષેપિત કરાયો છે.