1. Home
  2. revoinews
  3. સાવધાન રહેજો: ઈવીએમને લઈને ફેસબુક પોસ્ટ કરવા મામલે બે લોકોની ધરપકડ
સાવધાન રહેજો: ઈવીએમને લઈને ફેસબુક પોસ્ટ કરવા મામલે બે લોકોની ધરપકડ

સાવધાન રહેજો: ઈવીએમને લઈને ફેસબુક પોસ્ટ કરવા મામલે બે લોકોની ધરપકડ

0
Social Share

યુપીના પૂર્વાંચલમાં સતત ઈવીએમ બદલવાની અફવા ઉડી રહી છે. તેવામાં ઘણાં લોકો સોશયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને ઈવીએમ ભરેલી ગાડી પહોંચી અથવા ઈવીએમ બદલવાની અફવા ફેલાવી રહ્યા હતા. હવે આવી જ ફેસબુક પર અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ એક્શન લેતા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બેની સામે કેસ નોંધ્યો છે.

ધરપકડ યુવકોમાં એક આઝમગઢ અને બીજો જૌનપુરનો વતની છે. જ્યારે વારાણસીના બે યુવકો સામે સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની બાબત મામલો નોંધવામાં આવ્યો છે. આઝમગઢના એસપી ત્રિવેણી સિંહે કહ્યુ છે કે આખાપુરના વતની ઉમેશ ગૌતમે ફેસબુક પર પોસ્ટ કરી હતી કે વહીવટી તંત્ર ઈવીએમ બદલાવી રહ્યું છે.

ફેસબુક પર નકલી ફોટો અપલોડ કરીને ઈવીએમ બદલવાની અફવા ફેલવવાના આરોપમાં લાઈનબજાર પોલીસ સ્ટેશનની પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. સીઓ સિટી નૃપેન્દ્રનું કહેવું છે કે નગર કોતવાલી ક્ષેત્રના મોહલ્લા મીરમસ્ત નિવાસી ફૈઝાન ખાને પોતાની ફેસબુક વોલ પર નકલી ફોટો લગાવીને જૌનપુરમાં ઈવીએમ બદલવાની અફવા ફેલાવી હતી.

તો વારાણસીમાં પહડિયા મંડીમાં ઈવીએમ ભરેલી બે મેજિક પહોંચી- જેવી ફેસબુક પર પોસ્ટ કરનારા પર પોલીસે કેસ દાખલ કર્યો છે. આ મેસેજ સોમવારે પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કરનારા શશી ગુપ્તા વિરુદ્ધ મંગળવારે કેન્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ તરફથી કેસ નોંધવામાં આવ્યો છે. તેની સાથે જ એઢેના વતની વિનય કુમાર વિરુદ્ધ પણ ફેસબુક પર ઈવીએમના સંદર્ભે અફવા ફેલાવવી અને દુષ્પ્રચાર કરવાના આરોપમાં કેન્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
કેન્ટના ઈન્સ્પેક્ટર પ્રમાણે, શશી ગુપ્તા અને વિનયકુમારની તપાસ કરીને બંનેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેની વચ્ચે મંગળવારે પણ સોશયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઈવીએમને લઈને જાતજાતની ચર્ચાઓનો સિલલિલો ચાલી રહ્યો છે.

ચંદૌલી, ગાઝીપુર, જૌનપુર અને મઉમાં ઈવીએનમની સુરક્ષાને લઈને રાજકીય પક્ષો અને પોલીસ વચ્ચે સોમવારે રાત્રે નોકઝોક થઈ હતી. સોશયલ મીડિયા પરથી આ પ્રકરણ જિલ્લાના લોકોની જાણકારીમાં આવ્યું, તો કેટલાક લોકોએ ફેસબુક અને વ્હોટ્સએપ સહીત સોશયલ મડિયાના અન્ય પ્લેટફોર્મ પર ઈવીએમની સુરક્ષા અને તેમા છેડછાડ સાથે સંબંધિત મેસેજ શેયર કરવાનું શરૂ કરી દીધું હતું.

એસપી સિટી દિનેશ કુમાર સિંહે કહ્યુ છે કે તમામ થાણાધ્યક્ષો અને સોશયલ મીડિયા સેલને આવા અંદેશા પર નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે જે કોઈપણ ઈવીએમને લઈને અફવા ફેલાવે, તેને ચિન્હિત કરીને તેની વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં આવે નહીં.

યુપીના આઈજી લૉ એન્ડ ઓર્ડરે પોલીસ અધિક્ષકોને કહ્યુ છે કે ઈવીએમને લઈને ફેલાવાય રહેલી અફવાઓને કારણે વધારે સતર્કતા રાખવામાં આવે. લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ ઈન્ટેલિજન્સના સંકલનમાં બેદરકારી દાખવે નહીં. મતગણતરીના સ્થાન અને તેની આસપાસ સુરક્ષાની મોટી વ્યવસ્થા કરવામાં આવે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code